• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • A Female Nurse From Vadodara Vaccinated More Than 1,000 People, Saying: "It Is A Matter Of Pride That 100 Crore Vaccine Doses Have Been Completed In The Country."

વેક્સિનેશન અભિયાન:વડોદરાના મહિલા નર્સે 1 હજારથી વધુ લોકોને રસી આપી, કહ્યું: 'દેશમાં 100 કરોડ વેક્સિન ડોઝ પૂરા થયા તે ગર્વની બાબત છે'

2 મહિનો પહેલા
નાગરવાડા નવીધરતી અર્બન હેલ્થ સેન્ટરોમા મહિલા નર્સ ઝબીન લોયલે 1000થી વધુ લોકોને કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન આપી
  • વેક્સિન ટાસ્ક ફોર્સના સભ્ય ઝબીન લોયલ વેક્સિનેશન અભિયાનના પહેલા દિવસથી રસી આપી રહ્યા છે

દેશમાં વેક્સિનના 100 કરોડ ડોઝ પૂરા થતાં વડોદરા શહેરમાં ખુશીનો માહોલ છવાયો છે, ત્યારે કોરોનાની રસી આપવાની શરૂઆત થઇ છે, ત્યારથી નાગરવાડા નવીધરતી અર્બન હેલ્થ સેન્ટરોમા મહિલા નર્સ ઝબીન લોયલે 1000થી વધુ લોકોને કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન આપી છે. તેઓ કહે છે આ મહામારીમાં મને જે ફરજના ભાગરૂપે સેવા કરવાની તક મળી તેનાથી હું ખુશ છું. આજે પણ વેક્સિનથી વંચિત લોકો વેક્સિનનો બાકી ડોઝ લેવા આવી આવી રહ્યા છે.

દેશમાં 100 કરોડ વેક્સિન ડોઝ પૂરા થયા જે ગર્વની બાબત છે
કોરોના વેક્સિન આપવાની કામગીરીમાં શરૂઆતથી જોડાયેલા ઝબીને જણાવ્યું કે, દેશમાં 100 કરોડ વેક્સિન ડોઝ પૂરા થયા તે ગર્વની બાબત છે. લોકો શરૂઆતમાં વેક્સિન લેતા ગભરાતા હતા. પરંતુ, તંત્ર, સામાજિક સંસ્થાઓ, મીડિયા વિગેરે દ્વારા જાગૃતિ માટે કરેલા સહિયારા પ્રયાસોના કારણે આજે દેશના 100 કરોડ લોકોએ વેક્સિન લીધી છે. વેક્સિન દરેક વ્યક્તિએ જરૂરથી લેવી જોઈએ. કારણ કે, વેક્સિન જીવલેણ કોરોના સામે રક્ષણ આપતુ એક માત્ર શસ્ત્ર છે.

દેશમાં વેક્સિનના 100 કરોડ ડોઝ પૂરા થતાં વડોદરા શહેરમાં ખુશીનો માહોલ છવાયો
દેશમાં વેક્સિનના 100 કરોડ ડોઝ પૂરા થતાં વડોદરા શહેરમાં ખુશીનો માહોલ છવાયો

વેક્સિન મુકાવીને કોરોના મુક્ત થયા
તેમણે વધુમાં જણાવ્યું કે, વેક્સિનને લઈ અમુક લોકોએ અફવા ફેલાવી હતી, પણ કોઈએ અફવા પર ધ્યાન આપ્યું ન હતું અને લોકોએ ઉત્સાહ પૂર્વક વેક્સિન મુકાવીને કોરોના મુક્ત થયા છે.

નર્સ પહેલા દિવસથી વેક્સિન આપી રહ્યા છે
વેક્સિન ટાસ્ક ફોર્સના સભ્ય ઝબીન લોયલ પહેલા દિવસથી વેક્સિન આપી રહ્યા છે. અત્યાર સુધીમાં એક હજાર ઉપરાંત લોકોને વેક્સિન આપી છે. અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો, છતાં લોકોને વેક્સિન આપી હતી. લોકો અનેક સવાલો કરતાં લોકોને સમજાવીને અમે વેક્સિન આપી છે. અમારા માટે પડકારરૂપ હતું. પરંતુ, ઓનલાઇન પોર્ટલથી અમને ખૂબ ફાયદો થયો છે.

વેક્સિન ટાસ્ક ફોર્સના સભ્ય ઝબીન લોયલ વેક્સિનેશન અભિયાનના પહેલા દિવસથી રસી આપી રહ્યા છે
વેક્સિન ટાસ્ક ફોર્સના સભ્ય ઝબીન લોયલ વેક્સિનેશન અભિયાનના પહેલા દિવસથી રસી આપી રહ્યા છે

પ્રાઇવેટ સેન્ટરોમાં વેક્સિન લેવા ધસારો રહ્યો
આજે શહેરના વિવિધ અર્બન હેલ્થ સેન્ટરમાં સવારથી વેક્સિનથી વંચિત લોકો વેક્સિન લેવા માટે પહોંચી ગયા હતા. આ ઉપરાંત વિવિધ પ્રાઇવેટ સેન્ટરોમાં વેક્સિન લેવા માટે ધસારો રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...