શહેરના દારૂ પીધેલા પકડાવાના બનાવવો લગભગ દરરોજ બની રહ્યા છે. ત્યારે એક શખ્સે નશામાં પોલીસને ફોન કરી પોતે દારૂ પીધેલો છે અને પ્રેમિકા સાથે ઝઘડો થયો છે નો ફોન કર્યાની ઘટના બની છે.
યુવકની પોલીસે ધરપકડ કરી
વડોદરાના બાપોદ વિસ્તારમાં ખોડિયાનગર સફેદવુડાના મકાનમાંથી એક શખ્સે ગત મોડી રાત્રે પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો કે હું દારૂ પીધેલો છું અને મારી પ્રેમિકા સાથે ઝઘડો થયો છે. ફોન આવતા જ બાપોદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં આ ફોન કરનાર રોહિત ગનીયાભાઇ રાઠોક દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસ રોહિતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
મહિલાએ દારુડિયા પુત્રને પકડાવી દીધો
અન્ય એક બનાવમાં શહેરના છાણી વિસ્તારમાં એક મહિલાએ તેના દારુડિયા પુત્રને પકડાવી દીધો હતો. બનાવની માહિતી અનુસાર એક મહિલાએ 181 મહિલા હેલ્પલાઇન અભયમમાં ફોન કર્યો હતો કે મારો પુત્ર દારૂ પી હેરાન કરે છે અને ઘરના વાસણ ઘરની બહાર કાઢીને મુકી દીધા છે. જેથી પોલીસે દારૂના નશામાં ધમાલ કરતા યુવક વિક્રમ કનુભાઇ સોલંકીની ધરપકડ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.