રસીકરણ:છાણીમાં હવે ઘેર ઘેર જઈ રસી મૂકવાનું અભિયાન, શહેરમાં હવે 2330 લોકો જ રસી વગરના રહ્યા

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં પ્રથમ ડોઝનું 100 ટકા લક્ષ્યાંક મેળવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ઘેર ઘેર જઇ રસી મૂકવાનું શરૂ કરવામાં આવ્યું છે. છાણી વિસ્તારમાં શનિવારે આરોગ્ય વિભાગની ટીમ રસી લેવાની બાકી હોય તેવા લોકોની યાદી લઈ ઘેર ઘેર પહોંચી હતી અને સિનિયર સિટીઝન તેમજ જે લોકોને રસી મુકાવવી હોય તેમને રસી મૂકવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા 100 ટકા રસીકરણ માટે એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે તો પણ હજુ 2330 લોકો પ્રથમ ડોઝ લેવામાં બાકી છે.

શનિવારે કુલ 12,392 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર 2445 લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો. આ સાથે પ્રથમ ડોઝ લેનારની ટકાવારી 99. 84% નોંધાઈ છે. રાજ્ય સરકાર દ્વારા બીજા ડોઝનો બેકલોગ ઓછો કરવા માટે થયેલા આદેશને પગલે સેકન્ડ ડોઝના આંકડામાં વધારો જોવા મળી રહ્યો છે. શનિવારે આ આંક 9,947 નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...