તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:પોતાના પુત્રને સમિતિની શાળામાં ભણાવી દાખલો બેસાડતા તબીબ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી શાળાને બદલે સરકારી શાળામાં અભ્યાસનું વધી રહેલું વલણ
  • તબીબના મતે સરકારી શાળામાં પણ બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે

સરકારી શાળામાં બાળકનો સર્વાંગી વિકાસ થાય છે. ખાનગી સ્કૂલોની ઝાકઝમાળ પાછળ ખેંચાવું ન જોઇએ. શહેરના તબીબના પુત્રે શિક્ષણ સમિતિની અટલાદરા સ્થિત સ્કૂલમાં અભ્યાસ કરી દાખલો બેસાડ્યો છે. ખાનગી સ્કૂલોમાં વધતી જતી ફી અને મોંઘવારીના પગલે મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી થઇ જવા પામી છે. જોકે હવે ખાનગી સ્કૂલોમાં બાળકોને અભ્યાસ કરાવવાના ક્રેઝની સામે સરકારી શાળાઓમાં પણ પોતાના બાળકનું ભવિષ્ય સારું હોવાનું ઘણા વાલીઓ માને છે અને તેમનાં બાળકોને સમિતિની શાળાઓમાં અભ્યાસ માટે મૂકે છે.

સુભાનપુરામાં ક્લિનિક ધરાવતા હોમિયોપેથિક તબીબનો નાનો પુત્ર અટલાદરા સ્થિત શિક્ષણ સમિતિની શાળા શ્યામા પ્રસાદ મુખર્જીમાં અભ્યાસ કરે છે. ડો.અશ્વિન જોશીએ જણાવ્યું હતું કે, તેમનો પુત્ર ગોત્રી સ્થિત રંગ અવધૂત સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. 2 વર્ષથી તે અટલાદરાની સરકારી સ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરી રહ્યો છે. મારા મોટા પુત્રે પણ કચ્છમાં જવાહર નવોદય વિદ્યાલયમાં શિક્ષણ લીધું છે. એમ.એસ.યુનિવર્સિટીમાં તેના અભ્યાસ માટે અમે વડોદરા સ્થાયી થયા છીઅે. મેં પોતે પણ લુણાવાડા ખાતે સરકારી સ્કૂલમાંથી શિક્ષણ લઇને જ તબીબ સુધીનો અભ્યાસ પૂરો કર્યો છે. મારી પત્ની પણ માઇક્રોબાયોલોજિસ્ટ છે. અમે બંનેએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે અને સરકારી શાળા પર વિશ્વાસ છે.

સરકારી શાળામાં શિક્ષણ સારું મળતું નથી, તે વાત ખોટી છે. ખાનગી શાળાઓમાં ઝાકઝમાળ ભર્યા માહોલથી વાલીઓ આકર્ષાય છે. જોકે સરકારી શાળાઓમાં જ બાળકનો સર્વાંગી વિકાસ થાય છે. સરકારી શાળાના શિક્ષકો પણ તાલીમબદ્ધ હોય છે.

અન્ય સમાચારો પણ છે...