તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે ડરો ના:વડોદરાની સયાજી હોસ્પિટલના તબીબે કહ્યું, ‘રસીની મામૂલી સાઇડ ઇફેક્ટ હોય તો પણ તે કોરોના સામે તો બચાવશે જ’

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • આજે સૌપ્રથમ રસી લેનાર 1000 કોરોના વોરિયર્સ પૈકીના સયાજી હોસ્પિટલના પાંચ તબીબોએ કરી મનની વાત

સાઇડ ઇફેક્ટનો ડર સહેજ પણ નથી ઉલટાની સલામતી વધશે
એનેસ્થેસિયા વિભાગના ડો. દેવયાની દેસાઇ કહે છે કે, હું કોરોના નોડલ ઓફિસર તરીકે રહી ચૂકી છું. આ વેક્સિનથી એક પ્રકારની સલામતીનો અનુભવ થશે. સાઇડ ઇફેક્ટ કેટલાક લોકોમાં આવશે પણ તેનો સહેજ પણ ડર મને નથી. જો કોઇ આડઅસર થશે તો પણ તે ઓછી જ હશે. આ વેકસિન સૌએ લેવી જોઇએ એવું મારું કહેવું છે. -

રસી લીધા બાદ કોરોના થશે તો પણ તમે સિરિયસ નહીં થાવ
એસએસજીના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. હેમંત માથુર જણાવે છે કે, આ રસીને યોગ્ય ટ્રાયલ બાદ બનાવવામાં આવી છે. આ રસી તબીબો લઇ રહ્યાં છે. એટલે સામાન્ય વ્યક્તિ પણ લઇ શકે છે. આ રસી લીધા બાદ કોરોના નહીં થાય પણ જો થશે તો પણ તમે સિરિયસ નહીં થાવ. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને ગ્લોવ્ઝ તો પહેરવાનું ચાલુ રાખવું જોઇએ.

રસી આવી તે સૌથી ખુશીની વાત, તમામે મૂકાવી જોઇએ
મેડિસિન વિભાગના ડો. અજય ડાભી કહે છે કે, કોરોનાના સંખ્યાબંધ દર્દીઅોને જોયા છે. તેના ગંભીર દર્દીઓની સ્થિતિ જોઇ છે. કો મોર્બિડિટીથી પિડાતા લોકોમાં તે વધુ અસર કરતો હતો. હાલમાં તબીબો સહિતના હેલ્થ કેર વર્કર્સને અપાઇ રહી છે. પણ સામાન્ય વ્યક્તિઓએ પણ આ રસી મૂકાવી જોઇએ. રસી આવી તે ખુશીની બાબત છે.

તબીબો રસી લેશે તો સામાન્ય લોકો પણ રસી લેવા પ્રેરાશે
મેડિસિન વિભાગના ડો. હિમાંશુ રાણા જણાવે છે કે, ​​​​​ આ રસી ફરજિયાત નથી. ડોક્ટરો જ જો વોલેન્ટિયર બને તો સામાન્ય લોકોમાં પણ આ રસીનો ગભરાટ દૂર થશે. આ કારણસર હું જ નહીં મારા પત્ની પણ આ રસી લઇ રહ્યાં છે. આ રસી મારા મતે એક જાતનું સૌભાગ્ય જ છે. આ રીતે જો તમામ તબીબો રસી લેશે તો લોકો પણ રસી લેવા પ્રેરાશે. > ડો. હિમાંશુ રાણા,

10 મહિના કોરોનાના દર્દી જોયા છે, આ રસીથી ડરવા જેવુ નથી
મેડિસિન વિભાગના ડો. કૃપા પાઠક જણાવે છે કે, 10 મહિનાથી કોરોનાના દર્દીઓ જોયા છે. હવે જ્યારે રસી આવી છે. તો તમામ લોકોએ કોરોનાથી બચવા માટે લેવી જોઇએ. આ રસીથી ડરવા જેવું નથી. તબીબો, હેલ્થકેર વર્કર્સથી શરૂઆત થઇ છે તે એક સારી બાબત છે. તબીબો જો કોવિડ વેક્સિન લેશે તો અન્ય લોકોમાં પણ આત્મવિશ્વાસ વધશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો