બેદરકારી:નંદેસરીમાં એક લાખ લિટરની જર્જરિત ટાંકી ધડાકાભેર તૂટી પડી

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નંદેસરી ગ્રામ પંચાયતના રૂપાપુરા તળાવ પાસે પાણી પુરવઠા વિભાગની જર્જરિત હાલતમાં આવેલી 1 લાખ લિટરની પાણીની ટાંકી શનિવારે બપોરે 2:45 વાગે ધડાકાભેર તૂટી પડી હતી. જોકે બપોરનો સમય હોવાથી તળાવ પાસેના રોડ અને હનુમાનજીના મંદિર પાસે લોકો ન હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઇ ન હતી. ગ્રામજનોએ અનેક વખત પાણી પુરવઠા વિભાગને આ જર્જરિત ટાંકી ઉતારી લેવા અરજી આપી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ ટાંકી રોડ પર પડતાં સ્થાનિકોએ જેસીબી મારફતે કાટમાળ હટાવી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...