છેતરપિંડી:વીમા કંપનીના નામે લોનની લાલચ આપી 12 લાખ પડાવનાર દિલ્હીનો ઠગ ઝડપાયો

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારેલીબાગના આધેડને ડિસેમ્બર-19માં 5 શખ્સોએ ફોન કરી ફસાવ્યા હતા
  • આધેડે​​​​​​​ પૈસા ભર્યા બાદ પોલિસી જનરેટ નથી થઈ, નાણાં પાછાં મળી જશે તેમ કહ્યું હતું

કારેલીબાગ વિસ્તારમાં રહેતા આધેડને અલગ અલગ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી ફોન કરીને લોન અપાવાની લાલચ આપી ને 12.12 લાખ પડાવી લેનારા દિલ્હીના ભેજાબાજને સાઇબર ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી જઇને ઝડપી લીધો હતો.

કારેલીબાગ મૃદંગ સોસાયટીમાં રહેતા પ્રવિણ નરોત્તમભાઇ પરમારે સાઇબર ક્રાઇમ બ્રાન્ચને ફરિયાદ કરી હતી કે, ડિસેમ્બર-2019માં તેમને 5 શખ્સોએ અલગ અલગ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી ફોન આવ્યા હતા, તમારા માટે સારી વીમા પોલિસી છે અને તેમાં સામે તેઓ ઓછા ટકાએ લોન આપશે તેવી વાત કરી હતી. ત્યારબાદ રાહુલ શર્મા નામના શખ્સે ફોન કરી રૂા. 39,919ની પોલીસી લેશો તો કંપની તમને 12 લાખની લોન આપશે તેમ જણાવી તમારી જરૂરિયાત મુજબની લોન આપશે તેવી લાલચ આપી હતી.

જેથી તેમણે રાહુલે મોકલેલી લીંક મુજબ પૈસા ભર્યા હતા પણ તેણે વીમા પોલીસીની કોપી મોકલી ન હતી. જેથી તેમણે રાહુલને ફોન કરતાં તેણે પોલીસી જનરેટ થઇ નથી તેમ કહી રકમ પાછી મળી જશે તેમ જણાવ્યું હતું પણ બીજી કંપનીમાં વીમા પોલીસી લેશો તો લોન તત્કાળ મળી જશે તેવી વાત કરી હતી. જેથી તેમણે સંમતિ આપતાં રાહુલે ફરી એક લીંક મોકલી હતી અને તેના દ્વારા પ્રવિણ પરમારે 64 હજાર ટ્રાન્સફર કરતાં 15 દિવસમાં તેમને વીમા પોલીસીની કોપી મળી હતી અને ત્યારબાદ રાહુલે ફોન કરી લોન માટે ફરી પોલીસી લેવી પડશે તેમ કહેતા તેમણે નેટ બેકીંગથી 78793 રુપીયા ભર્યા હતાય ત્યારબાદ રાહુલે લોન લેવા માટે અલગ અલગ પ્રોસેસીંગ ચાર્જના બહાને માર્ચ,21થી નવેમ્બર 21 સુધીમાં અલગ અલગ તારીખોએ 10.29 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા.

લોન પ્રોસેસ કરાવાના બહાને કુલ 24 જેટલા ટ્રાન્જેકશન કરી કુલ 12.12 લાખ પડાવ્યા હતા. આ શખ્સોએ તેમને તેમની રકમ પરત કરી ન હતી. કે ત્યારબાદ રાહુલે રકમ પરત કરી દેશે તેમ કહ્યું હતું પણ પૈસા પરત ના મળતાં તેમણે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી.

સાયબર ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી હતી, સાયબર ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ ટેક્નિકલ સર્વેલન્સથી તપાસ કરીને દિલ્હી પહોંચી હતી અને નોર્થ વેસ્ટ દિલ્હીમાં રોહિણી વિસ્તારમાં રહેતા દિનેશ ગોપાલ લોહેરાને ઝડપી લીધો હતો અને તેની પુછપરછ કરી વધુ તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...