નિવેદન:ધો.10-12ના રિપીટર અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણમંત્રીએ કહ્યું, આગામી સમયમાં પોલિસી જાહેર કરાશે

કોરોનાને પગલે રાજ્ય સરકારે ધો. 10-12માં માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. જોકે આ બધા વચ્ચે રિપીટર વિદ્યાર્થીઓના ભાવિ અંગે પ્રશ્ન ઊભો થયો છે. રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કરાઇ છે ત્યારે વડોદરા આવેલા શિક્ષણ મંત્રીએ રિપીટર વિદ્યાર્થીઓ અંગે ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવાશે તેવું જણાવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા ધો.10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે. બીજી તરફ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. જ્યારે વાલીઓ દ્વારા માગ કરાઇ હતી કે, રિપીટરની પણ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન અપાય. તેવા સમયે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આયોજીત કાર્યક્રમોમાં આવેલા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકારો દ્વારા રિપીટર વિદ્યાર્થીઓ અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, ધો.10 અને 12ના રિપીટર પરીક્ષાર્થી અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. પોલિસી જાહેર કરાશે.

રાજ્ય સરકારે ધો.10 બોર્ડના પરિણામો અંગે ગાઇડ લાઇન જાહેર કરી છે, જેમાં જણાવ્યું છે કે ધો.10ની બોર્ડની પરીક્ષા માટે નોંધાયેલ રિપીટર અને અન્ય ઉમેદવાર માટે કોરોનાની સ્થિતિ સામાન્ય થશે ત્યાર બાદ પરીક્ષા યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...