ગુજરાત પંચાયત સેવા મંડળ વર્ગ-3 જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફોડવાના કેસમાં મદદ કરનાર વડોદરાના સ્ટેકવાઈસ ટેક્નોલોજી (Stackwise Technology)ના સંચાલક ભાસ્કર ચૌધરી અને તેની પત્ની રિદ્ઘિ ચૌધરીની ATSએ અટકાયત કરી હતી. પેપર લીક કાંડ બહાર આવ્યાના એક દિવસ પહેલા જ ભાસ્કર ચૌધરીએ સોશિયલ મીડિયા પર વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસમાં ફક્શનમાં હાજરી આપી હોય તેવી રીલ મૂકી હતી.
ભાસ્કર એજ્યુકેશનલ કન્સલ્ટિંગનું કામ કરે છે
વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ દુકાન નં-333, પ્રમુખબજાર કોમ્પલેક્ષમાં આવેલ સ્ટેકવાઝ ટેકનોલોજીની ઓફિસ પર દરોડો પાડ્યો હતાં. જેના તેના સંચાલક ભાસ્કર એજ્યુકેશનલ કન્સલ્ટિંગનું કામ કરે છે અને તે મૂળ બિહારનો છે અને પાથવે નામથી દિલ્હી એજ્યુકેશન કોંચિગની ઓફિસ ધરાવે છે. ભાસ્કર વિદ્યાર્થીઓને વિવિધ રાજ્યોમાં વિદ્યાર્થીઓને એડમિશન પણ અપાવતો હતો. હજારો વિદ્યાર્થીઓ ક્લાસીસમાં પરીક્ષા આપી ચૂક્યા છે. જેના માટે સર્વર રૂમ પણ તૈયાર કર્યો હતો.
આલિશાન ફ્લેટમાં રહેતો હતો
પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા ભાસ્કર ચૌધરી અને તેની પત્ની રિદ્ધી ચૌધરી વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા આલિશાન સમસારા લક્ઝરી ફ્લેટમાં ત્રીજા માળે વૈભવી ઘર ધરાવે છે.
સ્ટેકવાઈસ ટેક્નોલોજી આ સર્વિસ આપતી હતી
દિલ્હીમાં પણ પાથવે નોલેજ સોર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની હતી
કયા કયા રાજ્યોમાં એડમિશન અપાવતો
દિલ્હીમાં ક્યા ઓફિસ હતી
દિલ્હીમાં પાથવે નોલેજ સોર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની ઓફિસ સોમદત્ત ચેમ્બર, ભીખાજી કામા પ્લેસ, ન્યુ દિલ્હી ખાતે આવેલી છે. તેણે વિવિધ કોર્સ માટે અલગ-અલગ કાઉન્સેલિંગ માટે હેલ્પલાઇન નંબર પણ રાખ્યા હતા.
લાખો ચહેરાઓ પર નિરાશા જોવા મળી
છેલ્લા બે વર્ષથી ગુજરાત પંચાયત સેવા મંડળ વર્ગ-3 જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે મહેનત કરી રહેલા રાજ્યના 9 લાખ 53 હજાર ઉમેદવારો આજે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપી પોતાના કિસ્મત અજવવાના હતા. પરંતુ આ ઉમેદવાર પરીક્ષા કેન્દ્રો પર પહોંચે તે પહેલા જ વહેલી સવારે 6 વાગ્યે સરકારે જાહેરાત કરી કે, આ પરીક્ષાનું પેપર ફૂટી ગયું છે, જેથી પરીક્ષા રદ્દ કરવામાં આવે છે. આ જાહેરાત ઉમેદવારો સુધી પહોંચતા લાખો ચહેરાઓ પર નિરાશા છવાઈ ગઈ અને તેઓના ચહેરા પર એક જ સવાલ હતો કે, આવું વારંવાર કેમ થાય છે? અને આવા અનેક સવાલો સાથે તેઓ પોતાના ઘરે પરત ફર્યા છે.
ATS 3 દિવસથી વૉચ ગોઠવીને બેઠી હતી
બીજી તરફ જાણવા મળ્યું છે કે, ગુજરાત ATS છેલ્લા એક સપ્તાહથી સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક કરતી ગેંગનું પગેરું મેળવી તેને ટ્રેપ કરવાની કવાયતમાં હતી. ગુજરાત ATSને બાતમી મળી હતી કે, પેપર લીક કરતી આંતરરાજ્ય ગેંગ વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ એક ક્લાસીસ સંચાલકના સંપર્કમાં છે અને કેટલાક ઉમેદવારોને પેપર આપવાના છે. જેથી ગુજરાત ATSએ વડોદરામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની એક ટીમને સાથે રાખી ત્રણ દિવસથી વૉચ ગોઠવી દીધી હતી. ગુજરાત ATSને રાત્રે માહિતી મળી હતી કે, બે શખ્સ સયાજીગંજ વિસ્તારમાં આવેલ હોટલ અપ્સરાના રૂમ નંબર 4માં રોકાયા છે.
ATSએ બે શખ્સને દબોચ્યા
જેથી ATSની ટીમના માણસો હોટલ બહાર વૉચ ગોઠવીને બેઠા હતા. ગત રાત્રે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલ હોટલ અપ્સરામાં રાત્રે 9 વાગ્યે બે શખ્સ આવ્યા હતા અને તેમણે પોતાના આઇડી આપી રૂમ નંબર-4 બુક કરાવ્યો હતો. રાત્રે 12 વાગ્યે બંને શખ્સ હોટલમાંથી બહાર નિકળ્યા હતા અને અડધો કલાક બાદ ATSની આ બંને શખ્સોને ઝડપી લઈને હોટલ પર પરત લઇ આવી હતી. જ્યાં તેમની પાસે રહેલો સામાન અને દસ્તાવેજ જપ્ત કરી તેમને સાથે લઇ ગઇ હતી. આ બંને શખ્સોએ પોતાના આઇડીમાં નામ પ્રદિપ નાયક અને નરેશ મોહંતી જણાવ્યું હતું. જેમાંથી એક શખ્સ ઓરીસ્સા અને બીજો સુરતના હજીરાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.
રાત્રે 2 વાગ્યે ક્લાસીસ સંચાલક દંપતિને ઝપડ્યું
હોટલમાંથી બે શખ્સોને પકડી લીધા બાદ ATSની ટીમ તેમની પૂછપરછ કરી તેઓ કોને પેપર આપવાના હતા તે અંગે માહિતી મેળવી હતી. જેના આધારે રાત્રે 2 વાગ્યે વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ પ્રમુખબજાર કોમ્પલેક્ષમાં આવેલ સ્ટેકવાઝ ટેકનોલોજી (Stackwise Technology)ની ઓફિસ પર દરોડો પાડ્યો હતાં. જ્યાંથી તેના સંચાલક ભાસ્કર ચૌધરી અને તેની પત્ની રિદ્ઘિ ચૌધરી સહિત ત્યાં હાજર સાગરીતોની ATS દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. આ દંપતી મૂળ બિહારનું વતની હોવાનું હાલ જાણવા મળ્યું છે. આમ રાત્રે 2 વાગ્યે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો હતો અને પેપર ફૂટ્યા અંગેની જાણ સરકારના ઉચ્ચ અધિકારીઓ સુધી કરી દેવામાં આવી હતી. આ પેપર તેલંગાણાથી ગુજરાત કેવી રીતે પહોંચ્યું તે અંગે સઘન તપાસ જારી છે.
સવારે 6 વાગ્યે પરીક્ષા રદની જાહેરાત
જેથી સરકાર દ્વારા સવારે 6 વાગ્યે આદેશ ઉમેદવારો જોગ જાહેરાત કરી દેવામા આવી હતી કે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની સ્પર્ધાત્મક પરીક્ષા રદ કરવામાં આવે છે. પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને બાતમીના આધારે શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેની પાસેથી આ પરીક્ષાના પશ્નપત્રની નકલ મળી આવી હતી. જેથી આ પરીક્ષા મોકુફ કરવામાં આવે છે અને નવેસરથી પરીક્ષાની તારીખ જાહેર કરી પરીક્ષા યોજાશે.
CCTVમાં કેદ થઇ ATSની હલચલ
ATS દ્વારા ક્લાસીસ પર કરવામાં આવેલ રેડની કાર્યવાહી અને હલચલ કોમ્પલેક્ષમાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઇ હતી. જેમાં મોડી રાત્રે કેટલાક લોકો નાસભાગ કરતા જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.