વડાપ્રધાનના પુસ્તક એક્ઝામ વોરીયર્સ’ માંથી એક અંશ નકલ- કદાપિ નહીંની કોપી વિદ્યાર્થીઓને વહેંચવામાં આવશે. વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે તે દિશામાં પ્રયાસ કરાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12 ના વિદ્યાર્થીઓને પરીક્ષામાં કોપી નહિ કરવા માટે વડાપ્રધાનના પુસ્તક એક્ઝામ વોરીયર્સ’ માંથી એક અંશ નકલ- કદાપિ નહીં ની કોપી વિદ્યાર્થીઓને વહેંચવા માટેની સૂચનાઓ આપી છે. આ પુસ્તકના અંશ નકલ કદાપિ નહિંમાં જણાવવામાં આવ્યું છે કે પરીક્ષામાં ચોરી કરવી એ અધોગતિ છે. આ વાત ઉપર જેટલો વધુ ભાર આપીએ તેટલો ઓછો છે. હોય તે સહુને મારું સમર્થન છે.
પરીક્ષામાં ચોરી કે નકલ કરવી એ ખરેખર અત્યંત નુકસાનકારક છે. ભલે તેને લીધે તમે કશું કરી લીધાની ભાવના થતી હોય પણ તે ભ્રામક ભાવના છે અને પરીક્ષાનો મૂળ હેતુ જ નષ્ટ કરી દે છે. જો તમે પકડાઓ તો તમને મોટી સજા મળે છે, અને જો નથી પડતા તો તમને ચોરી કરવાની, છેતરપિંડી આચરવાની આદત પડી જઈ શકે છે. તેવી આદતોથી તો તમારો આત્મા ભ્રષ્ટ થશે, એવી તો કઈ બાબત હોય જેને માટે થઈને આપણે આપણા આત્મા અને શીલને ગીરવે મૂકી દઈને ભલા? ચીટિંગ કરવું તે તો માતાપિતાને, સમાજને અને સહુથી વધારે તો તમારી પોતાની જાતને નુકસાનકારક છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.