ચર્ચા:લેઉઆ પટેલ સમાજનું માણેજામાં સંમેલન પાટીદારને પ્રતિનિધિત્વ આપવા ચર્ચા થશે

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપે શહેરની 5 પૈકી માંજલપુર-સયાજીગંજ બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા નથી
  • માંજલપુર બેઠક પર પાટીદાર મહિલા કે પુરુષને ટિકિટ અપાય તેવી માગ કરાશે

ભાજપે વડોદરામાં વિધાનસભાની 3 બેઠકોના ઉમેદવારોની જાહેરાત કરી છે, જ્યારે માંજલપુર અને સયાજીગંજ વિધાનસભા પર હજી અસમંજસ ફેલાઇ છે. દરમિયાન રવિવારે માણેજા ખાતે યોજાનારા દક્ષિણ વિભાગ લેઉવા પટેલ સમાજના સ્નેહ મિલન સમારંભમાં માંજલપુર વિધાનસભા બેઠક પર પાટીદાર ચહેરાને પ્રતિનિધિત્વ મળે તે અંગેની ચર્ચા થશે.

શહેરમાં વર્ષોથી દરેક ચૂંટણી જાતિગત સમીકરણો પર લડવામાં આવે છે. જેમાં સામાન્ય રીતે રાવપુરામાં બ્રાહ્મણ, સયાજીગંજમાં વૈષ્ણવ, માંજલપુરમાં પાટીદાર અને અકોટામાં મહારાષ્ટ્રીયન સમાજને પ્રતિનિધિત્વ આપીને સાચવી લેવાય છે. આ વખતે કોંગ્રેસે આ સમીકરણો બદલ્યાં છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલી યાદીમાં હજી માંજલપુર-સયાજીગંજની જાહેરાત બાકી છે.

માંજલપુરમાં પાટીદારને ટિકિટ મળે તેવી સમાજના લોકો ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. રવિવારે શહેરના માણેજા ખાતે ખાનગી પાર્ટી પ્લોટમાં દક્ષિણ વિભાગ લેઉઆ પટેલ સમાજનો સ્નેહમિલન સમારંભ યોજાવાનું છે. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં માંજલપુર બેઠક પર વધુ એક વખત પાટીદાર મહિલા અથવા પુરુષને ટિકિટ આપવામાં આવે તે અંગે ચર્ચા થવાની છે. અગાઉ 6 તારીખે આ કાર્યક્રમ યોજવાનો હતો, પરંતુ 6 દિવસ બાદ યોજાતાં તેમાં માંજલપુરમાં પાટીદાર ચહેરો મુકાય તે અંગે ચર્ચા કરાશે.

અન્ય સમાચારો પણ છે...