• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • A Container Full Of Suspected Gutkha Worth Rs 1 Crore Seized From Bhayli Village In Vadodara, Quantity Of Gutkha Was Ordered From Delhi

ગુટખા ડુપ્લિકેટ કે ઓરીજનલ ?:વડોદરાના ભાયલી ગામમાંથી 1 કરોડની કિંમતની શંકાસ્પદ ગુટખા ભરેલું કન્ટેનર ઝડપાયું, ગુટખાનો જથ્થો દિલ્હીથી મંગાવાયો હતો

વડોદરાએક મહિનો પહેલા
કન્ટેનરમાં ગુટખાનો જથ્થો લવાયો
  • પાદરાના વસંત ગોસ્વામીએ ગુટખાનો જથ્થો મંગાવ્યો હતો

વડોદરા નજીક આવેલા ભાયલી ગામમાં તાલુકા પોલીસ મથકની રહેમ નજર હેઠળ ચાલી રહેલા દેશી-વિદેશી દારુના અડ્ડાઓ વચ્ચે પોલીસે શંકાસ્પદ ગુટખાનો જથ્થો ભરેલું કન્ટેનર ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ બનાવમાં રૂપિયા 1 કરોડ ઉપરાંતનો ગુટખાનો જથ્થો કબજે કરી તપાસ હાથ ધરી છે.

કન્ટેનર ચાલકે બિલો રજૂ ન કર્યાં
મળેલી માહિતી વડોદરા નજીક ભાયલી ગામમાં આવેલા અર્થ ઇમ્પીરીટી નામના ગોડાઉનમાં એક કેન્ટેનર શંકાસ્પદ ગુટખાનો જથ્થો ખાલી કરવા માટે આવ્યું હતું. આ અંગેની જાણ તાલુકા પોલીસની પેટ્રોલિંગમાં નીકળેલી ટીમને થતાં તુરંત જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને કન્ટેનરમાંથી ગોડાઉનમાં મુકવામાં આવતા ગુટખાના બિલો સહિત સબંધિત દસ્તાવેજોની પોલીસે માંગણી કરી હતી. જે કન્ટેનર ચાલક આપી ન શકતા પોલીસે રૂપિયા 1.3 કરોડની કિંમતનો ગુટખાનો જથ્થો ભરેલું કન્ટેનર કબજે કર્યું હતું.

દિલ્હીથી ગુટખાનો જથ્થો મંગાવવામાં આવ્યો
દિલ્હીથી ગુટખાનો જથ્થો મંગાવવામાં આવ્યો

ગુટખા દિલ્હીથી લવાયા
પોલીસની પ્રાથમિક તપાસમાં કનેન્ટરમાં લાવવામાં આવેલો ગુટખાનો જથ્થો દિલ્હીથી લાવવામાં આવ્યો હતો અને પાદરાના રહેવાસી વસંત ગોસ્વામીના અર્થ ઇમ્પીરીટી નામના ગોડાઉન સ્થિત 15 અને 16 નંબરની દુકાનમાં મુકવાનો હતો. પોલીસે ગુટખા મંગાવનાર વસંત ગોસ્વામીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેઓ વિદેશ હોઇ, સંપર્ક થઇ શક્યો ન હતો. પોલીસે હાલ શંકાસ્પદ જથ્થો કબજે કર્યો છે.

પોલીસે બાતમીના આધારે શંકાસ્પદ ગુટખાનો જથ્થો ઝડપી પાડ્યો
પોલીસે બાતમીના આધારે શંકાસ્પદ ગુટખાનો જથ્થો ઝડપી પાડ્યો

ગુટખા ડુપ્લિકેટ છે કે કેમ તે અંગે પણ તપાસ
પોલીસે આ ગુનામાં કન્ટેનરમાં ગુટખા લઇને આવનાર કન્ટેનર ચાલક તાલીબ ઐયુબ માઉ (રહે. હરીયાણા) અને રાજેન્દ્રકુમાર રામદાસ ગર્ગ (રહે. પાદરા) સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રૂપિયા 1 કરોડ ઉપરાંતનો ગુટખાનો જથ્થો ઓરીજનલ છે કે, ડુપ્લિકેટ છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. ભાયલી ગામના અર્થ ઇમ્પીરીટી નામના બિલ્ડિંગ સ્થિત ગોડાઉનમાં ખાલી કરવા માટે આવેલો ગુટખાનો વિપુલ જથ્થો ઝડપાતા ચકચાર મચી ગઇ હતી. આ ગુટખાનો જથ્થા અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

વડોદરા નજીક ભાયલી ગામમાં ગુટખાનો જથ્થો ઉતારાતો હતો
વડોદરા નજીક ભાયલી ગામમાં ગુટખાનો જથ્થો ઉતારાતો હતો

ડુપ્લિકેટ ચીજવસ્તુઓ બની રહી છે
મળેલી માહિતી પ્રમાણે વડોદરા નજીક આવેલું ભાયલી ગામ ડુપ્લિકેટ ચિજવસ્તુઓ બનાવવાનું હબ બની રહ્યું છે. ચર્ચાય છે કે, ભાયલી ગામમાં ડુપ્લિકેટ ઘી જેવી વિવિધ આરોગ્યને નુકસાન કરે તેવી ચિજવસ્તુઓ બની રહી છે. જો પોલીસ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો ભાયલીમાં ધમધમી રહેલા ડુપ્લીકેટ ચિજવસ્તુઓ બનાવવાના યુનિટોનો પર્દાફાશ થાય તેમ છે. મોડી સાંજે ગુટખાનો જથ્થો ડુપ્લિકેટ છે કે, ઓરીજનલ તે અંગે પણ ભાયલી પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલ તાલુકા પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. અને આ અંગેની તપાસ પોલીસ જવાન જયદીપસિંહ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...