કૌભાંડ:ડિલિવરી બોય-મજૂરના નામે કંપની બનાવી નકલી સેિનટાઇઝરનો વેપલો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નકલી સેનિટાઇઝરના ભેજાબાજનું બોગસ બિલીંગનું કૌભાંડ
  • બિલીંગની ગેરરીતિ અંગે જીએસટી વિભાગને જાણ કરાઇ

શહેરમાં બહાર આવેલા મિથેનોલનો ઉપયોગ કરી સેનેટાઇઝર બનાવતી ફેકટરીની તપાસમાં પકડાયેલા નિતીન કોટવાણી અને અશોક પટેલે રો મટિરીયલ બનાવતી બે બોગસ કંપનીઓ બનાવીને કંપનીના નામે બોગસ બિલીંગનું કૌંભાડ આચર્યું હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે કોરોના કાળમાં પીસીબી પીઆઇ જે.જે. પટેલ અને તેમની ટીમે નકલી સેનેટાઇઝર બનાવતી કંપની પર દરોડો પાડયો હતો અને તેના માલીક નિતીન અજીત કોટવાણી (રહે, શિવભક્તી ફ્લેટ, ગોરવા)ની ધરપકડ કરી તપાસ કરતાં નિતીનને તમામ રો મટિરીયલ મારુતી કેમ કંપનીના અશોક રામજીભાઇ પટેલ (રહે, કલ્પનિશાંત, નારાયણ ગાર્ડન રોડ, ગોત્રી)એ સપ્લાય કર્યું હોવાનું બહાર આવ્યું હતું .

મારુતી કેમ દ્વારા 78 લાખનું રો મટિરીયલ મોકલાયું હતું. પોલીસે એ.કે.ઇન્ડસ્ટ્રીઝના સીએની પુછપરછ કરી નિવેદન લેતાં ચોંકાવનારી માહિતી બહાર આવી હતી કે મારુતી કેમના અશોક પટેલે અન્ય બે કંપનીઓના નામે પણ એ.કે.ઇન્ડસ્ટ્રીઝ ને રો મટિરીયલ સપ્લાય કર્યું હતું. આ બે કંપની પૈકી પવન કેમિકલ કંપનીનો પેપર ઉપરનો માલિક પ્રદિપ જયંતીલાલ પટેલ (રહે, અમદાવાદ) હોવાનું જણાતા પોલીસે તેની પુછપરછ કરતાં તે ફુડ કંપનીમાં ડિલીવરી બોય હોવાનું બહાર આવ્યું હતું, તેણે તેના મિત્ર જીજ્ઞેશ રમેશ પટેલ અને વડોદરાના અશોક પટેલે તેના નામની કંપનીની કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું હતું.

તપાસમાં અશોક પટેલે પવન કેમિકલના જીએસટી નંબરના આધારે બિલો બનાવ્યા હોવાનું જણાયું હતું. આ ઉપરાંત અન્ય કંપની ફરહાત એન્ટરપ્રાઇઝ મુંબઇ હોવાનું જણાતા અને તેના માલીકનું નામ હમીર ઉર્ફે અમિત લવજીભાઇ સોલંકી હોવાનું અને તે ભાવનગરમાં છુટક મજુરી કરતો હોવાનું જણાયું હતુ અને તેના નામે મહારાષ્ટ્રનો જીએસટી નંબર હોવાનું તથા હમીર સોલંકીના નામે દિલ્હીમાં 3 અને દમણનો 1 મળીને અન્ય 4 જીએસટી નંબર પણ હોવાનું જણાયું હતું.અશોક પટેલે બોગસ કંપની બનાવી કૌંભાડ આચર્યું હોવાનું જણાતા પોલીસે સેન્ટ્રલ અને સ્ટેટ જીએસટીને જાણ કરી હતી.

સેનિટાઇઝરમાં મિથેનોલનો ઉપયોગ કરાયો
પોલીસે નકલી સેનેટાઇઝરનો જથ્થો કબજો કરી એફએસએલ દ્વારા તપાસ કરાવતા સેનેટાઇઝરમાં મિથાઇલ આલ્કોહોલની મિનીમમ માત્રા 1.2 ટકા અને મેકસીમમ માત્રા 96.1 ટકા હોવાનું બહાર આવ્યું હતું તથા તેનો ઉપયોગ કરવાથી ગંભીર અસર થઇ શકે છે તેવું બહાર આવ્યું હતું.

બિલમાં બોગસ ટ્રકનો નંબર લખી નાંખ્યો
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે ફરહાત એન્ટરપ્રાઇઝ કંપનીની તપાસમાં બિલમાં જણાવેલ ટ્રક નંબરના આધારે પોલીસે ટ્રકના માલીકની પુછપરછ કરી હતી જેમાં ટ્રકના માલિકે જણાવ્યું હતું કે તેણે તેના ટ્રકને કયારેય મુંબઇ મોકલ્યો જ ન હતો. જે ઇ વે બીલ જનરેટ થયું હતુંતે ઇવે બીલ અશોક પટેલે આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...