કાર્યવાહી:રણુ ભરવાડના કૌભાંડમાં બોગસ દસ્તાવેજો અંગેની કલમ ઉમેરાશે

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • વેપારી સાથે રૂા. 2.81 કરોડની ઠગાઇનો મામલો
  • અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કર્યાની શંકા

અમદાવાદના વેપારી સાથે રણુ ભરવાડ સહિતના શખ્સોએ કરેલી 2.81 કરોડની છેતરપીંડીમાં તપાસનો ધમધમાટ ક્રાઈમ બ્રાન્ચ માં શરૂ થયો છે. ફાયનાન્સ વિભાગ ના પૂર્વ મંત્રી અને રિઝર્વ બેંકના 16 હજાર કરોડ ઉપરાંત ની રકમ ના બોગસ પત્રનો ઉપયોગ થયો હોવાના દિવ્યભાસ્કર માં અહેવાલ ના પગલે ફરિયાદમાં ગંભીર મનાતી કલમો ઉમેરવાનો નિર્ણય કરાયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે પોતાની જાત ને ભા જ પ નો કાર્યકર ગણાવતા અને એક નેતાના ખાસ કહેવાતા રણુ ભરવાડ અને ટોળકીએ કરેલી છેતપીંડી ની વિગતો ભેગી કરવા ની સૂચના ક્રાઇમબ્રાંચ ના ઉચ્ચ અધિકારીએ આપી છે.

ફરિયાદીને વધારા નુ નિવેદન આપવા માટે અમદાવાદ થી મંગળવારે હાજર રહેવા જણાવી દેવાયું છે. નાણા મંત્રી અને રિઝર્વ બેંક ના નકલી મનાતાં દસ્તાવેજો નો ઉપયોગ ઠગ ટોળકી એ કર્યો હોવાની માહિતી બહાર આવતા અગાઉ માત્ર છેતરપીંડી ની કલમો લગાવી કરેલા ગુનાની ફરિયાદમાં હવે ગંભીર અને સેશન્સ ટ્રાયબલ ગણાતી 467 અને 468 જેવી ગંભીર કલમો મૂળ ફરિયાદ માં ઉમેરાશે એમ સૂત્રો એ જણાવ્યું છે. અગાઉ અનેક ગુના માં સંડોવાયેલા રણુ ભરવાડ અને ટોળકી એ આવા બીજા કેટલા લોકો જોડે પણ મોટી રકમની છેતરપીંડી કરી હોવાની શંકાના આધારે ક્રાઈમ બ્રાન્ચએ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...