તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિટ એન્ડ રન:માંજલપુરમાં જીપના ચાલકે ટક્કર મારતાં મોપેડ સવાર બાળકનું મોત

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 7 વર્ષનો બાળક ભાઇ-બહેન સાથે ઘરે જતો હતો ત્યારે અકસ્માત
  • જીપના ચાલકે નશો કર્યો હોવાની લોકોમાં ચર્ચા

માંજલપુરના મંગલેશ્વર મહાદેવ-સ્મશાન રોડ પર શનિવારે સાંજે જીપના ચાલકે મોપેડને ટક્કર મારતાં 7 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. માંજલપુર સુબોધ નગરમાં પોતાની માસીના ઘરે રહેતો કવિશ રાજેશ પટેલ (ઉ.વ.7) સાંજે 6 થી 6:30 વાગ્યા દરમિયાન ટ્યૂશન પૂરું કરી મોટાં ભાઈ-બહેન સાથે મોપેડ પર ઘરે જઈ રહ્યો હતો.

માંજલપુર સ્મશાન રોડ પર પસાર થતી વખતે પુરઝડપે આવેલી જીપના ચાલકે મોપેડને જોરદાર ટક્કર મારતાં પાછળ બેઠેલો કવિશ રોડ પર પટકાતાં તેના માથા પર ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માત સર્જાતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને બાળકને એસએસજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના વખતે હાજર રાહદારીઓએ જણાવ્યું હતું કે, જીપ ચાલક દારૂના નશામાં હોય તેવી રીતે વાહન હંકારતો હતો. જ્યારે આ અકસ્માત સર્જીને તેણે એક ડિવાઈડર પર પણ જીપ ચઢાવી દીધી હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યાં હતાં.

માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એમ.છાસિયાએ જણાવ્યું હતું કે, અકસ્માત સર્જનાર વાહન ચાલકની પોલીસ શોધખોળ હાથ ધરી રહી છે. હાલ આ ઘટના અંગે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...