કાર્યવાહી:ભાડુઆત-પેટા ભાડુઆતે મકાન પચાવી પાડતાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરાયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાડુઆતના મૃત્યુ પછી પૌત્રનો દુકાન પર કબજો

સિટી વિસ્તારમાં આવેલા એક મકાન બાબતે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ નોંધવામાં આવી છે. એક વ્યક્તિએ મકાન ભાડે આપ્યુ હતુ પણ તે ભાડુઆતે બીજાને મકાન ભાડે આપી દીધુ હતુ. જેની જાણ મકાન માલિકને થતા તેઓએ મકાન ખાલી કરવા કહેતા ભાડુઆત અને પેટા ભાડુઆત મકાનનો કબ્જો તેના મૂળ મકાન માલિકને આપતા નહોતા.

આ ઉપરાંત ગેરકાયદે રીતે મિલકત પચાવી પાડી માલીક સાથે યોગ્ય વ્યવહાર કરતા ન હતાં. જેને પગલે તેઓની સામે સિટી પોલીસે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભરતભાઇ ચંદ્રકાંતભાઇ બુમિયાનું ગાંધીનગર ગૃહ પાસે નવધરિયા મહોલ્લા નજીક ત્રણ માળનું મકાન છે. મિલકતના મૂળ માલિક હિરાલાલ માણેકલાલ સાયકલવાળા હતા. તેમનુ અવસાન થતા તેમના પત્ની જશોદાબેન હિરાલાલ મકાનના માલિક થયા હતા. બાદમાં આ મકાન ભરતભાઇને મળ્યું હતું. આ મકાનના ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન ભાડા ચિઠ્ઠી લેખથી કુંદનલાલ શ્રીલાલ શાહને ધંધો કરવા માટે માસિક 23 રૂપિયાના ભાડેથી અપાઇ હતી.

જોકે કુંદનલાલ અવસાન પછી તેમની પુત્રી મધુકાંતાબેનના પુત્ર શંકર બદ્રીપ્રસાદ શાહ (રહે.વેદ રેસિડેન્સી, વાઘોડિયા રોડ)એ માલિક સાથે કોઇ કરાર કર્યા વગર જ ધંધો શરૂ કરી દીધો હતો.અને વર્ષ-1981થી ભાડૂ પણ નહોતા આપતા. શંકરલાલે આ મિલકતનો ઓટલો આઠ વર્ષથી ક્રિષ્ના માલુઅન્ના શેટ્ટી (રહે.સયાજી ટાઉનશિપ, ખોડિયાર નગર પાસે)ને ભાડે આપી દીધો હતો.

ક્રિષ્ના શેટ્ટીએ ત્યાં તિરૂપતિ વેફરના નામે ધંધો શરૂ કર્યો હતો. ત્યારબાદ મકાનના મૂળ માલિક આ મિલકત પરત માંગતાં ભાડુઆત તથા પેટા ભાડુઆત આ મિલકત આપવા અંગે કોઇ મચક આપતા ના હતાં. જેથી આ અંગે કલેક્ટર કચેરીમાં થયેલી ફરિયાદ બાદ સિટી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...