પત્ની-પુત્રની હત્યા બાદ શેરબ્રોકરનો આપઘાત:પ્રિતેશ મિસ્ત્રી સામે ડબલ મર્ડરનો ગુનો દાખલ કરાયો

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • પત્ની અને સાત વર્ષના પુત્રની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી હતી

પત્ની અને પુત્ર ની હત્યા કરી ગળે ફાંસો ખાવાના મિસ્ત્રી પરીવાર ના ચકચારી બનાવ માં ડબલ મર્ડર નો ગુનો પાણીગેટ પોલીસ મથકે નોંધાયો છે પ્રિતેશ ના સસરા એ જ પુત્રી અને પૌત્ર ની હત્યા અંગે જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વાઘોડિયા રોડ દર્શનમ્ ઉપવન ના મકાન નબર ૧૦૨ માં સોમવારે થયેલા મોત ના તાંડવ માં એકજ પરીવાર માં પતી પત્ની અને પુત્ર નું મોત થયું હતું જેના પોસ્ટમોર્ટમ રિપોર્ટ માં પત્ની સ્નેહા અને પુત્ર નું મોત શ્વાસ રૂંધાવા થી થયું હોવાનુ બહાર આવ્યું હતું.

જેના પગલે પાણીગેટ પોલીસ મથકે આજે સ્નેહા ના પિતા ગણેશભાઈ અંબાલાલ ખરાદી એ જમાઈ પ્રિતેશ વિરુદ્ધ બેવડી હત્યા અંગે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ માં જણાવ્યું છે કે પરીવાર ના અન્ય મરણ પ્રસંગ માં હું ગઈ કાલે હાજર હતો ત્યારે ફોન આવતા હુ અને મારો પુત્ર દોડી ગયા હતા અને ત્રણેવ ને મૃત અવસ્થા માં જોયા હતા.

પોલીસે મૃત દેહો ને પોસ્ટમોર્ટમ માટે લઈ જતા એના પ્રાથમિક રિપોર્ટ માં ખુલાસો થયો હતો કે સ્નેહા અને હર્ષિલ નું મોત શ્વાસ રુધાવા થી થયું છે પરિણામે જમાઈ પ્રિતેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પુત્રી સ્નેહા ના લગ્ન નવ વર્ષ અગાઉ પ્રિતેશ સાથે થયા હતા અને અગાઉ સોમા તળાવ કાના હાઇટ માં રહ્યા બાદ એક વર્ષ થી ભાડે દર્શનમ્ ઉપવન માં પૌત્ર હર્ષિલ સાથે રેહવ આવ્યા હતા.

ફરિયાદ માં એમ પણ જણાવાયું છે કે જમાઈ સાથે અમારા સારા સંબધો હતા પુત્રી એ પણ આજદિન સુધી સાસરી પક્ષ ની હેરાન ગતી અંગે એક પણ વાર ફરિયાદ કરી નથી. પોલીસે આ અંગે મૃતક પ્રિતેશ સામે પત્ની સ્નેહા અને પુત્ર હર્ષિલ ની હત્યા બદલ ઇ પી કો કલમ નંબર ૩૦૨ મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

મૃતક પ્રિતેશની ઈચ્છા મુજબ કાકાને ત્યાથી અંતિમ વિધિ ના થઈ શકી
પ્રિતેશ મિસ્ત્રી એ પોતાની સુસાઇડ નોટ માં લખ્યું હતું કે અમારી અંતિમ યાત્રા મોટા પપ્પાને ત્યાંથી કાળજો પરંતુ પોસ્ટમોર્ટમમાં મોડું થઈ જવા ઉપરાંત મોટા પપ્પા પરીવાર સહિત બહાર ગયા હોવાથી એવું શક્ય બન્યું નહતું અંતે દવાખાનેથી જ અંતિમ યાત્રા સીધી સ્મશાને લઈ જવામાં આવી હતી.

પરિવાર જનોના નિવેદનો લેવામાં આવશે
પત્ની અને પુત્ર ની હત્યા બાદ પ્રિતેશ દ્વારા કરાયેલી આત્મહત્યા કરવાનુ સાચું કારણ જાણવા માટે પ્રિતેશ અને સ્નેહા ના પરીવાર જનો ના નિવેદન લેવાશે એમ પી આઇ ગોહિલે જણાવ્યું છે હાલ માં પરીવાર શોક માં અને ધાર્મિક વિધિ માં હોવાથી આગામી દિવસો માં એમના નિવેદન બાદ સાચું કારણ બહાર આવશે એમ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...