તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પિટિશન:પાલિકામાં કોંગ્રેસને વિરોધ પક્ષની માન્યતા ન અપાતાં મામલો કોર્ટમાં

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં 4 બેઠક છતાં વિપક્ષી પદ તો વડોદરામાં કેમ નહીં?
  • પાલિકાના સત્તાધીશો સામે કોર્ટની નોટિસ

પાલિકાના શાસકોએ બહુમતીના જોરે કોંગ્રેસને વિરોધ પક્ષનો દરજ્જો આપવાની પ્રણાલિકા પર ચોકડી મારી દીધી હતી ત્યારે પાલિકાના પૂર્વ વિપક્ષી નેતાએ કોર્ટમાં પિટિશન કરતા કોર્ટે પાલિકાના સત્તાધીશો સામે નોટિસ ઇસ્યુ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકામાં 76 પૈકી કોંગ્રેસના માત્ર 7 કોર્પોરેટરો ચૂંટાયા છે.

વર્ષ 1987માં જ્યારે વિરોધ પક્ષ પાસે ચાર બેઠક હોવા છતાં મધુભાઈ શાહને વિપક્ષી નેતા બનાવ્યા હતા અને હાલમાં રાજકોટમાં 72ની સામે કોંગ્રેસને ચાર બેઠક મળી હોવા છતાં ત્યાંના ભાજપના શાસકોએ કોંગ્રેસને વિરોધ પક્ષનો દરજ્જો આપી વિપક્ષી નેતા ને મળતી સવલતો યથાવત રાખી છે.

વડોદરા પાલિકામાં શાસકોએ વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસનું અસ્તિત્વ ભૂંસી નાખ્યું છે ત્યારે આ મુદ્દે પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે અદાલતના દ્વાર ખખડાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રાજકોટમાં 4 બેઠકે કોંગ્રેસને વિપક્ષનો દરજ્જો અપાયો છે. વડોદરામાં સાત બેઠકો આવી હોવા છતાં વિપક્ષનો દરજ્જો આપવામાં આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...