તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • A Case Has Been Registered Against The Driver Of A Car Who Lost Control Of The Steering Wheel In Vadodara's Wadi Area And Caused An Accident.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સિડન્ટ:વડોદરાના વાડી વિસ્તારમાં સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાણીગેટ પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
પાણીગેટ પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર)
  • એક્સિડન્ટમાં ત્રણ કાર અને ત્રણ ટૂ વ્હિલરને નૂકસાન પહોંચ્યું હતું

વાઘ બારસની મોડી રાત્રે વડોદરા શહેરના વાડી વિસ્તારમાં કારચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી પાડોશીઓના વાહનોને ટક્કર મારી નુકસાન પહોંચાડવાનો બનાવ પાણીગેટ પોલીસ મથકે નોંધાયો છે. નોંધનીય છે કે, આ ઘટનામાં ત્રણ કાર અને ત્રણ ટૂ વ્હિલરના માલિકોને હજારો રૂપિયાની નૂકસાની વેઠવાનો વારો આવ્યો છે.

ધડાકાભેર અકસ્માત સર્જાયેલો
વડોદરા શહેરના વાડી રંગમહલ ભાસ્કર ફળિયામાં રહેતા જયેશ ભાઈ દેસાઈ જમીન લે-વેચનો વ્યવસાય કરે છે. પોતાની માલિકીની ઓડી - કયું 3 કાર ધરાવે છે. ગુરૂવારના રોજ પાણીગેટ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ તેઓ ઘરમાં આરામ કરતા હતા તે વખતે અચાનક બહાર જોર થી અવાજ આવ્યો હતો જેથી તેઓએ બહાર ડોકિયું કરતાં જોવા મળ્યું હતું કે હ્યુનડાઈ વર્ના કારના ચાલક અને પાડોશમાં રહેતા રાજ ચંદ્રકાંતભાઈ દરવેએ સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા તેઓના ભાઈ રાજુભાઈ દેસાઈ ની એકટીવા ઉપર ચડાવી દીધી હતી.

ઓડી કારને અડફેટે લીધી
ઓડી કારને નેટના ભાગે નૂકસાન પહોંચાડી અન્ય ઇકો કારને ટક્કર મારતાં તે થાંભલા સાથે ભટકાઇ હતી આ ઉપરાંત પાડોશી વિશ્વાસ સળેકર અને પ્રશાંત પંડિતની મોટર સાયકલને પણ નુકસાન પહોંચ્યું હતું. ફરિયાદના આધારે પોલીસે રાજ દરવે વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો