તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામાનું ઉલ્લંઘન:દિવાળીએ ફટાકડા ફોડતા 16 લોકો સામે ગુનો દાખલ કરાયો

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાત્રે 2 કલાક જ ફાટકડા ફોડવાના નિયમનો ઠેર-ઠેર ભંગ

શહેરમાં પોલીસે દિવાળી પર્વ દરમિયાન ફટાકડા ફોડવાની સમય મર્યાદાનું ઉલ્લંઘન કરી ફટાકડા ફોડનારા 16 જેટલા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. દેશનાં અલગ-અલગ રાજ્યોમાં દિવાળી પર્વમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે, તેવી જ રીતે શહેરમાં પણ રાતના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી એટલે કે 2 કલાક સુધી ફટાકડા ફોડવાની પરવાનગી અપાઈ છે.

શનિવારે શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ કમિશનરના જાહેરનામાનું ઉલ્લંઘન કરી નિયત સમય મર્યાદાની બહાર ફટાકડા ફોડનારા 16 જેટલા લોકોને પોલીસે ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બાપોદ પોલીસ મથક વિસ્તારના 5 લોકો, ગોરવા પોલીસ મથકમાં 2, હરણી પોલીસ મથકમાં 4 લોકો, કારેલીબાગ પોલીસ મથકમાં 3 લોકો,સયાજીગંજ, વારસિયા પોલીસ મથકમાં 1-1 વ્યક્તિ સામે ગુનો નોંધાયો હતો.

કોની કોની સામે ગુનો નોંધાયો?

 • મીનેશ સોની, રહે. બંસરી ડુપ્લેક્સ, બપોદ
 • નિસબ ચૌહાણ, રહે. રામદેવનગર, આજવા રોડ
 • રોનક જીગ્નેશ રાણા, રહે. રાણાવાસ, ફતેગંજ
 • આશિષ પટેલ, રહે. ગંભીરા, આંકલાવ
 • હિમાંશુ અરવિંદ નિઝામ, રહે. ગંભીરા, આંકલાવ
 • ફિરોજ શેખ, રહે. હાસમી પાર્ક, ગોરવા
 • બાદલ ભાવસાર, રહે. ગોરવા, ગુ.હા. બોર્ડ
 • પાર્થ અશોક પટેલ, રહે. હરણી રોડ
 • રાજ અશોક પટેલ, રહે. વીઆઈપી રોડ
 • નયન કિરીટ પટેલ, રહે. વીઆઈપી રોડ
 • બ્રિજેશ મહેશ પટેલ, રહે. સમા-સાવલી રોડ
 • ઘનજી શર્મા,રહે. આનંદનગર, કારેલીબાગ
 • પ્રેગ્નેશ ચાવડા, રહે. ગેલેક્ષી એપાર્ટમેન્ટ, કારેલીબાગ
 • આમિર ઇસ્લામુદ્દીન શેખ, રહે. કાસમઆલા કબ્રસ્તાન, કારેલીબાગ
 • રોહિત રાજભર, રહે. મહાકાળીનગર નાકા પાસે
 • રોહન ઉર્ફે બુટરી રાજમલ, રહે. શક્તિનગર, ખોડિયારનગર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો