વાંદરાને મોબાઇલમાં રસ પડ્યો:વડોદરાના કમાટીબાગ ઝૂમાં પાંજરામાં રહેલો વાંદરો સહેલાણીનો મોબાઇલ લઇ ગયો, થોડીવાર જોયો પછી ફેંકી દીધો

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
કમાટીબાગ ઝૂમાં મોબાઇલ જોતો વાંદરો.

શહેરના કમાટીબાગ સ્થિત પ્રાણી સંગ્રહાલયમાં એક સહેલાણીનો મોબાઇલ પાંજરમાં રહેલા વાંદરાના હાથમાં આવી ગયો હતો. જેથી વાંદરાએ પહેલા તો મોબાઇલને થોડીવાર ધ્યાથી જોયો અને બાદમાં ફેંકી દીધો હતો.

વાંદરાના પાંજરા પાસે સહેલાણી ઉભો હતો
વડોદરાના કમાટીબાગમાં દરરોજ હજારો સહેલાણીઓ આવે છે અને મ્યુઝિયમ તથા પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લે છે. ત્યારે આજે બપોરે કેટલાક સહેલાણીઓ ઝૂમાં આવ્યા હતા અને તેઓ વાંદરાના પાંજરા પાસે ગયા હતા. આ દરમિયાન એક સહેલાણી પાંજરા પાસે ઉભો હતો ત્યારે તેનો મોબાઇલ પાંજરામાં રહેલા વાંદરાના હાથમાં આવી ગયો હતો.

થોડીવાર મોબાઇલને જોતો રહ્યો
વાંદરો સહેલાણીનો મોબાઇલ લઇ પાંજરામાં દૂર જતો રહ્યો અને મોબાઇલને ખૂબ જ રસપૂર્વક જોઇ રહ્યો હતો. જો કે થોડીવાર મોબાઇલ જોયા બાદ વાંદરાએ મોબાઇલ ફેંકી દીધો હતો. જેથી ઝૂના કર્મચારીઓએ પાંજરા પર ચડી તે મોબાઇલ બહાર કાઢી આપ્યો હતો.

લોકોએ વીડિયો બનાવ્યો
વાંદરો મોબાઇલ જોઇ રહ્યો છે તેનો વીડિયો પણ ત્યાં હાજર લોકોએ કેમેરામાં કંડારી લીધો હતો. જેથી આ સમગ્ર ઘટનાએ સૌ કોઇને કુતૂહલમાં પમાડ્યું હતું.