તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાલુ વર્ષે બજેટ વધી ગયું:MSUના વિવિધ 18 સેલ માટે 1.72 કરોડનું બજેટ ફાળવાયું

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે 1.20 કરોડમાંથી 47.77 લાખ ન વપરાયા

એમ.એસ.યુનિવર્સિટીમાં ચલતા 18 સેલ માટે 1.72 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ગત વર્ષે કોરોનાના પગલે 1.20 કરોડમાંથી 47.77 લાખ વપરાયા વિના પડી રહ્યા છે. મ.સ. યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સેલ દ્વારા વિદ્યાર્થીલક્ષી તથા અન્ય કામગીરીઓ કરવામાં આવતી હોય છે.

જેના માટે યુનિવર્સિટી દર વર્ષે બજેટ આપતી હોય છે. જેમાં ગત વર્ષે ફાળવવામાં આવેલી રકમમાંથી રૂા. 47 લાખ કરતાં પણ વધારે રકમ વણવપરાયેલી પડી રહી હતી. જેના કારણે ચાલુ વર્ષે તમામ 18 સેલોનું બજેટ વધી જવા પામ્યું છે. વર્ષ 2021-22 માટે રૂા. 1.72 કરોડ કરતાં વધારે રકમનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ચાલુ વર્ષે પરિસ્થિતિ થાળે પડે તો સેલ દ્વારા વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓને વેગ આપી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...