કાર્યવાહી:તરસાલીમાં દારૂ આપવા આવેલો બૂટલેગર ઝડપાયો

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રતાપનગર રોડ પરથી દારૂનું ગોડાઉન પણ પકડાયું
  • 2.05 લાખનો મુદ્દામાલ કબજે, બૂટલેગરનો મિત્ર વોન્ટેડ

તરસાલી ગામમાં સ્કૂટર પર દારૂની ડિલિવરી કરવા આવેલા બૂટલેગરની પોલીસે ધરપકડ કરી હતી. તેની પૂછપરછ કરતાં બૂટલેગરનું પ્રતાપનગર રોડ પર આવેલું દારૂનું ગોડાઉન મળી આવ્યું હતું. તરસાલી ગામમાં રહેતો પિન્કેશ પ્રકાશભાઈ જયસ્વાલે મળતિયા માણસ જીતેન્દ્ર ગોસ્વામી પાસે ઈંગ્લિશ દારૂનો જથ્થો મગાવ્યો હતો. સોમવારે રાતે 10 વાગે જીતેન્દ્ર ગોસ્વામી (તરસાલી) પોતાના સ્કૂટરમાં દારૂનો જથ્થો ભરી તરસાલી ગામ ખાતે પહોંચતા પોલીસે તેને ઝડપી લીધો હતો. જ્યારે સ્કૂટરમાં મૂકેલા બોક્સમાંથી રૂા.14,400ની વિદેશી દારૂની 144 બોટલ મળી આવી હતી. જીતેન્દ્ર ગોસ્વામીએ કબૂલ્યું હતું કે, આ દારૂનો જથ્થો તેના મિત્ર પિન્કેશ જયસ્વાલ (રહે.તરસાલી ગામ)એ મગાવ્યો હતો.

દારૂનો બીજો જથ્થો પ્રતાપનગર રોડ પર આવેલા રીષી એન્કલેવ એપાર્ટમેન્ટમાં આવેલા ભાડેના મકાનમાં સંતાડી રાખ્યો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે ભાડાના મકાનમાં જઈ તપાસ કરતાં વિદેશી દારૂની કુલ 162 બોટલ, 1056 ટ્રેટાપેક, બિયરનાં 240 ટીન મળી કુલ 2.05 લાખનો મુદ્દામાલ મળ્યો હતો. પોલીસે પિન્કેશ જયસ્વાલને વોન્ટેડ જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...