ઘુસણખોરી:વડોદરાના સ્પામાં ત્રણ વર્ષથી વગર વીઝાએ યુવતીના રૂપમાં મસાજ કરતો થાઇલેન્ડનો કિન્નર ઝડપાયો

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા એક સ્પામાં વગર વિઝાએ યુવતીના રૂપમાં મસાજનું કામ કરતા થાઇલેન્ડના કિન્નરને પોલીસે ઝડપી લીધો છે.

અલકાપુરીના સી-સોલ્ટ સ્પામાં દરોડો
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ વડોદરાના પીઆઇ એન.ડી. સોલંકીના જણાવ્યા અનુસાર તેમને બાતમી મળી હતી કે શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ કોંકર્ડ બિલ્ડિંગના ત્રીજા માળે સી-સોલ્ટના નામનું સ્પા ચાલે છે. જેનો માલિક સમીર અશ્વિનભાઇ જોષી (રહે. સ્નોપલ સોસાયટી, વાસણા ભાયલી રોડ, વડોદરા) પોતાના આર્થિક ફાયદા માટે વિદેશમાંથી ટુરીસ્ટ વીઝા પર છોકરીઓ બોલાવી તેમને સ્પામાં મસાજનું ગેરકાયદે કામ કરાવે છે.

કિન્નરના ભારતના વીઝા પણ એક્સપાર થઇ ગયા હતા
પોલીસે ઘટના સ્થળે દરોડો પાડતા થાઇલેન્ડની શ્રીકન્યા ત્યાં હાજર હતી. જેથી તેના દસ્તાવેજ તપાસતા પાસપોર્ટમાં તેનું નામ મિસ્ટર વાઇસેસ શ્રીકન્યા લખેલું હતું. તેના વીઝાની તપાસ કરતા જણાવા મળ્યું હતું કે તેના વીઝા નવેમ્બર 2019માં પૂર્ણ થઇ ગયા છે. તેમજ તેની પાસે ભારતના વર્કિંગ વિઝા પણ ન હતા.

સ્પા માલિક, મેનેજર સામે ગુનો દાખલ
જેથી સી-સોલ્ટ સ્પાના માલિક સમીર અશ્વિનભાઇ જોષી અને મેનેજર ઓમી અગમબાહદુર સુબા (રહે. અટલાદરા) અને કિન્નર શ્રીકન્યા સામે ફોરેનર્સ એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...