• Home
  • Local
  • Gujarat
  • Vadodara
  • Bag of empty bottles of foreign liquor was found from the assessment department of the municipality, a social worker alleged that liquor concoctions were going on in the offices.

વડોદરા / પાલિકાના આકારણી વિભાગ પાસેથી વિદેશી દારૂની ખાલી બોટલોનો કોથળો મળ્યો, કચેરીઓમાં દારૂની મહેફિલો ચાલતી હોવાના સામાજિક કાર્યકરે આક્ષેપ કર્યાં

X

  • દારૂની ખાલી બોટલો અંગે મુખ્યમંત્રી મ્યુ. કમિશનર સામે કાર્યવાહી કરે તેવી સામાજિક કાર્યકરે માંગણી કરી

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 04:45 PM IST

વડોદરા. વડોદરા મહાનગરપાલિકાની ખંડેરાવ માર્કેટ ખાતેની કચેરીના આકારણી વિભાગ પાસેથી વિદેશી દારૂની ખાલી બોટલો ભરેલો કોથળો કચરા પેટીમાંથી મળી આવ્યો છે. સામાજિક કાર્યકરે લોકડાઉન દરમિયાન માર્કેટ ખાતેની કચેરીઓમાં દારૂની મહેફિલો ચાલતી હોવાનો આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે.
સામાજિક કાર્યકર કહે છે કે, દારૂબંધીની વાતો વચ્ચે દારૂની બોટલો ક્યાંથી આવી તે મોટો સવાલ છે
વડોદરા શહેરના સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ પાલિકા પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પાલિકાની આકારણી કચેરીની પાછળ ગંદકીના ઢગલો પડ્યો છે. આ ગંદકીના ઢગલામાં માત્ર કચરો નથી. પરંતુ, તેમાં વિદેશી દારૂની ખાલી બોટલો પણ પડેલી છે. એક તરફ દારૂની બંધીની વાતો કરવામાં આવી રહી છે. બીજી બાજુ કોર્પોરેશનની આકારણી વિભાગની કચેરીની પાછળથી 25 જેટલી વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવી છે. આ દારૂની બોટલો ક્યાંથી આવી તે એક મોટો સવાલ છે. એક તરફ કોર્પોરેશન સ્વચ્છતાની વાતો કરે છે અને બીજી તરફ કોર્પોરેશનની કચેરી પાછળજ ગંદકીનું સામ્રાજ્ય છે. એતો ઠીક કચરામાં વિદેશી દારૂની બોટલો પણ જોવા મળી છે. જે ગંભીર બાબત છે.
મુખ્ય અધિકારીઓની ઓફિસો પાસે દારૂની ખાલી બોટલોનો ઢગલો મળે તે પાલિકા માટે શરમજનક બાબત છે
સામાજિક કાર્યકરે વધુમાં જણાવ્યું હતું કે, પાલિકાની આકારણી કચેરી પાછળ ગંદકીના ઢગલામાંથી મળી આવેલી દારૂની ખાલી બોટલો અંગે રાજ્યના મુખ્યમંત્રી વડોદરા મ્યુનિસિપલ કમિશનર સામે કાર્યવાહી કરે તેવી મારી માંગણી છે. પાલિકાના મુખ્ય અધિકારીઓની ઓફિસો પાસે જ ગંદકીનું સામ્રાજ્ય હોવાથી અને તેમાં દારૂની ખાલી બોટલોનો ઢગલો મળે તે કોર્પોરેશન માટે શરમજનક બાબત છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી