શહેરના હરણી દરજીપુરા, છાણી જકાતનાકા, આજવા રોડ અને વારસિયા વિસ્તારમાં આપઘાત કરી જીવાદોરી ટૂંકાવી નાખનાર 4 વ્યક્તિના સયાજી હોસ્પિટલમા પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યાં હતાં. પોલીસે આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરી છે.
દરજીપુરા જીવરામનગર ખાતે રહેતા 57 આસારામ રાઠોડે પોતાના ઘરે 11:30 વાગે ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી નાખી હતી. બનાવ અંગેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે બીજા બનાવમાં છાણી જકાતનાકા એકતા નગર ખાતે રહેતા 40 વર્ષીય વિષ્ણુ રાજપૂતે ગત 14 તારીખે પોતાના ઘરે ઊંઘની દવા ખાઇ લેતાં તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું શુક્રવારે મોત નીપજ્યું હતું. ફતેગંજ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત આજવા રોડ પર રહેતા 30 વર્ષીય દિલીપભાઈ મિસ્ત્રીએ 19 તારીખે બપોરે 3:30 વાગ્યે પોતાના ઘરે ચાદર વડે પંખા સાથે ગળાફાંસો ખાઇ લીધો હતો. જેમના મૃતદેહનું સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાયું હતું. બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ચોથા બનાવમાં ધોબી તળાવ પાસે વિદ્યા નગર સોસાયટીમાં રહેતા 70 વર્ષીય મંગળદાસ આવરાણીએ બ્લડપ્રેશરની ગોળીઓ વધુ પ્રમાણમાં ખાઈ લેતાં તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું શુક્રવારે મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.