નોટિસ:મસ્જિદનું બાંધકામ તોડવા 7 દિવસની મહેતલ અપાઈ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાંદલજામાં વધારાના બાંધકામનો વિવાદ
  • મહેતલ પૂરી થયા બાદ બાદ પાલિકા તોડફોડ કરશે

શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી મસ્જિદમાં પરવાનગી વિરુદ્ધ માર્ટિન વાળા ભાગમાં કરાયેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે પાલિકાએ સાત દિવસની મુદત આપી છે અને ત્યાર બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એવી ટકોર કરતી નોટિસ ફટકારવામાં આવી છે. તાંદલજા વિસ્તારમાં જે પી રોડ પોલીસ મથક ચાર રસ્તા પાસે મસ્જિદનું નિર્માણ થયું છે.આ મસ્જિદમાં પાલિકાના બાંધકામ પરવાનગી વિભાગની જાણ બહાર માર્જિન વાળા ભાગમાં બાંધકામ થયું છે અને એનો ઘટસ્ફોટ ભાજપના કોર્પોરેટર નિતીન ડોંગાએ પાલિકાની સભામાં કર્યો હતો.

નીતિન ડોંગાએ પાલિકાના અધિકારીઓને મોગલ સમ્રાટના વારસદાર સાથે સરખાવતા હોબાળો મચી ગયો હતો. આ મામલે ભારે વિવાદ થતા આખરે પાલિકાને બાંધકામ પરવાનગી શાખાએ આ મસ્જિદના કબ્જેદાર- વહીવટ કર્તાને સંબોધન કરતી અંતિમ નોટિસ ઇસ્યુ કરી છે.જેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે પરવાનગી વિરુદ્ધ ગેરકાયદેસર બાંધકામ કરી હોવાની રજૂઆત આવી છે અને તે સંદર્ભે અગાઉ પણ નોટિસ અપાઈ છે.

જેમાં પરવાનગી વિરુદ્ધ ગેરકાયદે બાંધકામ દૂર કરવા જણાવેલ પરંતુ આજદિન સુધી દૂર કર્યું ન હોવાથી સાત દિવસમાં દૂર કરી તેની ફોટોગ્રાફ સહિત લેખિત જાણ કરવા સૂચના આપવામાં આવે છે. આ મુદત પૂરી થયા બાદ કોઈપણ જાતની આગોતરી જાણ કર્યા વગર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટ નોંધનો પણ નોટીસમાં ઉલ્લેખ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...