પાસ થવા વિદ્યાર્થીઓના પેંતરા:બોર્ડની કોઇ ઉત્તરવહીમાં 500ની નોટ તો કોઇમાં કાપલી મળી આવી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગેરરીતિના કેસોની ફાઇલો બોર્ડમાંથી મોકલાઇ
  • ગેરરીતિમાં પકડાયેલા 15 વિદ્યાર્થીને ડીઇઓ કચેરી બોલાવાયા

ધો.10-12ની પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા ઉમેદવારોની ફાઇલો બોર્ડમાંથી ડીઇઓ કચેરીએ આવતાં વિદ્યાર્થીઓને એકરાર કરવા અને અભિપ્રાય લેવા બોલાવ્યા હતા.વિદ્યાર્થીઓમાં જવાબવહીમાં રૂા.500ની નોટ મૂકતા કે ઉત્તરવહીમાં કાપલી ભૂલી ગયેલા ઉમેદવારો સહિત જવાબપત્ર લખતા સીધા કાપલી કરતા પકડાયા હોય તેવા 15 વિદ્યાર્થીને કાર્યવાહી માટે ડીઇઓ કચેરી ખાતે બોલાવ્યા હતા.

ડીઇઓ કચેરીએ વિદ્યાર્થી સાથે વાલીઓ પણ આવતાં તેમણે બેથી ત્રણ કલાક રોકાવું પડ્યું હતું. જેમને ડીઇઓ કચેરીએ બોલાવ્યા હતા તેમાં ધો.10ના 7, ધો.12 સાયન્સના 5 અને ધો.12 સામાન્ય પ્રવાહના 3 વિદ્યાર્થીનો સમાવેશ કરાયો હતો. કાર્યવાહી દરમિયાન લાંબો સમય બેસી રહેવાનું હોવાથી કેટલાક વાલી અકળાયા હતા. સંતાનની કારકિર્દીનો સવાલ હોવાથી વિવાદ કરવાનું ટાળ્યું હતું. એક વાલીએ આટલા વહેલા ન બોલાવવા જોઇએ તેવી ટકોર અધિકારીને કરી હતી.

બોર્ડની પરીક્ષાની 4 હજાર જેટલી સીડી હતી
વડોદરા જિલ્લામાં ધો.10-12ની પરીક્ષાના સીસીટીવી ફૂટેજને ચેક કરવાનો 31 માર્ચથી પ્રારંભ થયો હતો. જે માટે 19 જેટલા શિક્ષકોની ટીમો બનાવી હતી. આ સીડીની સંખ્યા અંદાજે 4 હજાર હતી. આ સીડીની ચકાસણી બાદ શંકાસ્પદ વિદ્યાર્થીઓને બોલાવાયા હતા અને તેમની કેફિયત જાણી હતી.

અન્ય સમાચારો પણ છે...