દિલ્હીથી વડોદરામાં સફાઈ કામ માટે આવેલી મહિલાએ પરિવારના યુવાને એક વર્ષ દરમિયાન ધમકી આપી અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ દિલ્હી પોલીસ મથકમાં નોંધાવી હતી. આ બનાવ વડોદરામાં બન્યો હોવાથી દિલ્હી પોલીસે આ ફરિયાદ વડોદરા તાલુકા પોલીસ મથકમાં ટ્રાન્સફર કરી છે. વડોદરા તાલુકા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
દિલ્હીની મહિલાએ સફાઈ કામ માટે મહિલાને મોકલી
વડોદરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે 50 વર્ષીય લલિતાબેન (નામ બદલ્યું છે) દિલ્હીની વતની છે. દિલ્હીની એક મહિલા દ્વારા લલિતાબેનને વડોદરાના વાસણા-ભાયલી રોડ ઉપર આવેલા મકાન નંબર-303-કે.પી. લકઝુરીયા ફ્લેટમાં રહેતા અગ્રવાલ પરિવારના ઘરમાં સફાઇ કામ કરવા માટે મુક્યા હતા.
ધમકી આપીને દુષ્કર્મ કર્યું
50 વર્ષીય મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ઓક્ટોબર-2021થી 5-12-022 દરમિયાન અગ્રવાલ પરિવારનો નમન અગ્રવાલ શારીરિક સબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. શારીરિક સબંધ બાંધવા માટે ઇન્કાર કરતા તેણે જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. અને મરજી વિરૂદ્ધ અવાર-નવાર શારીરિક સબંધ બાંધ્યા હતા.
મહિલાએ દિલ્હીમાં ફરિયાદ નોંધાવી
દરમિયાન વડોદરાના યુવાનના દુષ્કર્મનો ભોગ બનેલી દિલ્હીની મહિલા દિલ્હી જતી રહી હતી અને તેણે જે મહિલા દ્વારા વડોદરા ઘરમાં કામ કરવા માટે આવી હતી. તે મહિલાના માર્ગદર્શન હેઠળ દિલ્હી પોલીસ મથકમાં વડોદરાના વાસણા-ભાયલી રોડ ઉપર આવેલ કે.પી. લકઝુરીયા ફ્લેટમાં રહેતા નમન અગ્રવાલ સામે ફરિયાદ નોંધાવી હતી.
તબીબી તપાસનો ઇન્કાર
દિલ્હી પોલીસે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવવા માટે ગયેલી મહિલાની શારીરિક તબીબી તપાસ કરાવવા માટે જણાવ્યું હતું. પરંતુ, મહિલાએ શારીરિક તપાસ કરાવવાનો ઇન્કાર કરી દીધો હતો હોવાનું જાણવા મળ્યું હતું. બીજી બાજુ દિલ્હી પોલીસે દુષ્કર્મનો બનાવ વડોદરા ગ્રામ્ય પોલીસની હદમાં બન્યો હોવાથી ફરિયાદ વડોદરા તાલુકા પોલીસ મથકમાં ટ્રાન્સફર કરી છે.
IUCAW યુનિટ દ્વારા તપાસ
વડોદરા તાલુકા પોલીસે દિલ્હીથી ટ્રાન્સફર થયેલી ફરિયાદના આધારે નમન અગ્રવાલ સામે આઇપીસી 376 અને 506 મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ બનાવની તપાસ IUCAW યુનિટ, વડોદરાના પી.આઇ. ડી.જી. તડવી કરી રહ્યા છે. પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
અનેક પરિવાર પાસે નાણાં લીધા
જાણવા મળ્યા મુજબ દિલ્હીની કામવાળી મહિલા સાથે દુષ્કર્મ આચરનાર નમન અગ્રવાલ બિઝનેસમેન પરિવારનો યુવાન છે. એવી પણ માહિતી મળી છે કે, અગ્રવાલ પરિવારના ઘરમાં કામ માટે આવેલી મહિલા મૂળ પશ્ચિમ બંગાળની વતની છે. તેઓએ કે.પી. લકઝુરીયા ફ્લેટમાં રહેતા અનેક લોકો પાસેથી અલગ-અલગ બહાને નાણાં લીધા છે. અગ્રવાલ પરિવાર પાસેથી પણ મોટી રકમ લીધી છે. દિલ્હીની મહિલાએ દુષ્કર્મની નોંધાવેલી ફરિયાદ કે.પી. લકઝુરીયા ફ્લેટ સહિત આસપાસના વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર સ્થાન બની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.