માનવતા:એરપોર્ટ સર્કલ પાસે વિખૂટી પડેલી 5 વર્ષની બાળકીને પરિવારને સોંપાઇ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના એરપોર્ટ સર્કલ પાસે હરણી પોલીસને 5 વર્ષની ગ્રામ્ય વિસ્તારની વિખુટી પડેલી બાળકી મળી આવી હતી. તેને પોલીસ સ્ટેશન લાવીને ચાઇલ્ડ કોર્નર રુમમાં રાખીને તેની પુછપરછ કરાતા તે સિદ્ધપુરની હોવાનું અને તેના માતા પિતા તથા ભાઇ બહેન સાથે વડોદરા આવી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.

પોલીસે સિદ્ધપુરમાં તપાસ કરાવતાં બાળકીના કાકાનો સંપર્ક થયો હતો જેથી તેમને વડોદરા બોલાવાયા હતા. દરમિયાન, વડોદરા શહેરમાં પણ પોલીસની એક ટીમે તપાસ કરતાં બાળકીના માતા પિતા ન્યાય મંદિર વિસ્તારમાં મજુરી કામ કરતા મળી આવ્યા હતા. બાળકી રમતા રમતાં વિખુટી પડી ગઇહોવાનું તેમણે જણાવ્યું હતું જેથી પોલીસે પરિવારને બાળકીને સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...