અંગદાન:39 વર્ષનો યુવાન બ્રેઇનડેડ થતાં કિડની, લીવર, આંખોનું દાન કર્યું

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંજલપુરની હોસ્પિટલથી ઓર્ગન લઇ જવાયાં
  • અમદાવાદમાં ચાર લોકોને નવું જીવન મળશે

માજલપુરમાં રહેતા 39 વર્ષીય યુવાનનુ બ્રેઇનડેડ થતા તેના કિડની, લીવર અને આંખોનું દાન કરવામાં આવ્યું હતું. રવિવારે ગ્રીન કોરીડોર દ્વારા આ અંગોને અમદાવાદ મહેતા હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં શહેરના માંજલપુર ગ્લોબલ હોસ્પિટલ ખાતે અનુકરણીય કિસ્સાની વિગતો આપતા હોસ્પિટલના ડો.મીનલે જણાવ્યું હતું કે, માંજલપુરના 39 વર્ષના ઋતુલ અમીનને ગત 3 તારીખે બ્રેઇન હેમરેજ થવાથી દાખલ કરવામાં આવ્યા હતા.

તેઓ હાઇપર ટેન્શનની બીમારીથી પીડાઈ રહ્યા હતા. તેમના બ્રેઇન ડેડને પગલે તબીબો દ્વારા સ્વજનોને ઓર્ગન ડોનેશન માટે સમજાવવામાં આવ્યા હતા. પરિવાર દ્વારા ઓર્ગન ડોનેશનની સંમતિ આપવામાં આવતા દર્દીના કિડની, લીવર અને આંખોને રવિવારે સવારે ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદ ખાતે મોકલાવ્યા હતા. ઓર્ગન ડોનેશનથી ચાર લોકોને જીવનમાં નવી ચેતના, આશા મળશે.

અન્ય સમાચારો પણ છે...