અકસ્માત:ડભોઇ રોડ પર વાહનની ટક્કરે યુવકનું મોત, કેલનપુર ખાતે 37 વર્ષીય યુવક રસ્તો ઓળંગતો હતો ત્યારે અકસ્માત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ડભોઇ રોડ પર કેલનપુર ખાતે રોડ ક્રોસ કરનાર યુવકને ભારદારી વાહને ટક્કર મારતાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ઘટના સંદર્ભે વરણામા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ડભોઇ રોડ પર ક્રિષ્ના હોટલમાં રહેતો 37 વર્ષનો બાબુભાઇ મગનભાઈ રાવલ રહેતો હતો. રવિવારે સાંજે તે ડભોઇ રોડ પર કેલનપુર ખાતે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અજાણ્યા ભારદારી વાહને ટક્કર મારતાં તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું. વરણામા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...