પાણીનો વેડફાટ:પાણીની લાઇનમાં ભંગાણને કારણે GIDCમાં 30 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય માર્ગ પર ચોતરફ પાણીપાણી; હજારો લિટર પાણીનો વેડફાટ

શહેરમાં અવાર-નવાર લાઈનમાં લીકેજ થવાના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થાય છે. મંગળવારે શહેરના મકરપુરા જીઆઈડીસીમાં પાણીની લાઈનમાં ભંગાણ પડતાં 30 ફૂટ ઊંચો ફુવારો ઊડતાં વાહન ચાલકો અટવાયા હતા.સ્માર્ટ સિટી વડોદરામાં વર્ષો જૂની લાઈન હોવાના કારણે અનેકવાર ભંગાણ પડતાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

મકરપુરા જીઆઇડીસીમાં બીએસએનએલની ઓફિસ પાસે પાણીની લાઈનમાં લીકેજ થયું હતું. જેના કારણે 30 ફૂટ સુધી ઊંચો પાણીનો ફુવારો કલાકો સુધી ઊડતાં વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મુખ્ય માર્ગ પર ચોતરફ પાણી ઊડતાં ત્યાંથી પસાર થતા વાહનચાલકો પરેશાન થયા હતા. બીજી તરફ બાળકો અને કેટલાક લોકો પણ કૃત્રિમ વરસાદમાં નાહતા નજરે પડ્યા હતા.આ અંગે પાણી પુરવઠા વિભાગના અધિકારી અમૃત મકવાણાએ જણાવ્યું હતું કે, પાણીની ડિલિવરી લાઈનમાં લીકેજ થયું હતું. જોકે અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર ગયા હતા અને લીકેજનું સમારકામ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...