તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યક્રમ:જૈનાચાર્ય મહારાજની પૂણ્યતિથી નિમિત્તે 3 દિવસ કાર્યક્રમ યોજાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૈનાચાર્ય વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજનો જન્મદિન પણ ઉજવાશે
  • વરણામા ખાતે દેરાસરોના કર્મીઓને અનાજની કીટ અર્પણ કરાશે

જૈનસમાજના આચાર્ય વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજના 3 સપ્ટેમ્બરના રોજ જન્મ દિવસ નિમિત્તે તથા આચાર્ય વિજય મહાનન્દ સૂરીશ્વરજી મહારાજ સાહેબની સ્મૃતિમાં તેમજ આચાર્ય વિજય મહાબલસૂરીશ્વરજી મહારાજ સાહેબની 5 સપ્ટેમ્બરના રોજ પૂણ્યતિથી નિમિત્તે27-28 અને 29 ઓગષ્ટના રોજ વડોદરા શહેરના જૈન ધર્મના તમામ ફિરકાના ધર્મસ્થાનકો-દેરાસરોના તમામ કર્મચારીઓ તેમજ વરણામા તીર્થ, ભાયલી તીર્થ, પાદરા, ભણીયારા, ડભોઈ સહિતના દેરાસરોના 500 કર્મચારીઓને રૂા.2100ની અનાજની કીટ અર્પણ કરવામાં આવશે.

આ ઉપરાંત વરણામા તિર્થ ખાતે હાલરડાનો સ્ટેજ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.આ ઉપરાંત જીવદયા,ભવ્ય આંગી અને સાધર્મિક ભક્તિ વિગેરે કાર્યક્રમ પણ યોજવામાં આવશે. જૈન અગ્રણીઓના જણાવ્યા અનુસાર, વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજે 45 આગમ, કર્મશાસ્ત્રો, વ્યાકરણ, સાહિત્ય, ન્યાય, કાવ્યકોશ સહિતના ગ્રંથોનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત તેમણે અનેક પ્રાચીન ગ્રંથો અને આગમોના વિષય પર પ્રવચનો, ભગવતી સુત્રના પ્રવચનો વિગેરે ગ્રંથો પુસ્તક સ્વરૂપે પણ પ્રગટ થયા છે.

આ ઉપરાંત તેમણે 100 થી વધારે દેરાસરો, ઉપાશ્રયો, આયંબિલ શાળાઓ, જૈન પાઠશાળાઓ, ધર્મશાળા, ભોજનશાળા, દવાખાનાઓનું નિર્માણ કરાવ્યું છે. તેને દુષ્કાળમાં અને પુર સમયે લાખો રૂપીયાનું ફંડ પણ આપ્યો છે.આ ઉપરાંત જીવદયા,ભવ્ય આંગી અને સાધર્મિક ભક્તિ વિગેરે કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...