માન્યતા અને પ્રતીકનો સમન્વય:શહેરને અશુભ પ્રભાવોથી દૂર રાખવા માટે છાણીમાં શુકનિયાળ કહેવાતી ઘોડાની નાળના આકારનો 24 ફૂટ ઊંચો ભવ્ય પ્રવેશ દ્વાર

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક

છાણીથી અમદાવાદ હાઇવે તરફ જતાં જૂના ટોલ નાકાની જગ્યામાં પાલિકાના ફ્યુચ્યુરિસ્ટિક વિભાગ દ્વારા 2800 ચોરસ મીટર વિસ્તારમાં ઘોડાની નાળ આકારના અન્ટ્રેન્સનું બાંધકામ કરવામાં આવ્યું છે. ઘરમાં સુખ-સમૃદ્ધિની કામના સાથે ઘોડાની નાળ પ્રવેશદ્વાર પર મૂકવામાં છે. વ્યવસાયના અશુભ પ્રભાવોને દૂર કરવા પણ ઘોડાની નાળ ફિટ કરાય છે.

વડોદરાના એન્ટ્રન્સને ઘોડાની નાળના આકારનો બનાવવામાં આવ્યો છે. સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી આ વિશાળ એન્ટ્રન્સ બનાવવામાં આવ્યો છે. એટલું જ નહીં તેમાં 10 દુકાનો પણ શરૂ કરવાનું આયોજન છે. આ એન્ટ્રન્સના બાંધકામનો ખર્ચ રૂ. 2 કરોડથી વધુ થયો. આર્કિટેક્ટ પ્રિયાંક શાહે જણાવ્યું કે.આ માત્ર પ્રવેશદ્વાર ન રહેતાં તેને પરંપરાગત માન્યતા અને પ્રતીક સાથે સાંકળીને ડિઝાઇન તૈયાર કરાઇ છે.’ એટલું જ નહીં તેમાં દુકાનોનું આયોજન કરીને આર્થિક પ્રવૃત્તિને પણ આવરી લેવામાં આવી છે.

ટ્રાફિકને પણ નડતરરૂપ નથી
આ એન્ટ્રી પરનો ભવ્ય પ્રવેશદ્વાર આટલો વિશાળ હોવા છતાં પણ મોટા વાહનો પણ બે લેનમાં આસાનીથી પસાર થઇ જાય છે. આ ઉપરાંત ડાબી-જમણી બાજુએ પણ વાહનો સુગમતાથી અવરજવર કરી શકે છે. આ જગ્યાએ જૂનું ટોલનાકું હતું ત્યારે વાહનોની લાંબી લાઇનો કેટલીકવાર લાગતી હતી તે ભૂતકાળ બની ગયો છે.

24 ફૂટ સાૈથી વધુ ઊંચાઈ

40 મીટર એન્ટ્રન્સની પહોળાઈ

70 મીટર એન્ટ્રન્સની લંબાઈ

2.29 કરોડનો બાંધકામ ખર્ચ

અન્ય સમાચારો પણ છે...