બુલેટ ટ્રેન પ્રોજેક્ટ:વડોદરા નજીક રાયકા-દોડકા પાસે 22 મીટર ઊંચા પિલર ઊભા કરાયા

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છાણીથી અમદાવાદ સુધીના 87 કિમીના રૂટ પર 2200 જેટલા પિલર ઊભા કરાશે

વડાપ્રધાન ના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન બાદ હાલ વિવિધ વિસ્તારોમાં તેના પિલરો ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે. આવી જ રીતે વડોદરા નજીક રાયકા-દોડકા ગામ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સિવિલ વર્ક 6 નંબરના પેકેજની કામગીરી ચાલી રહી છે. જેમાં હાલ પિલરો ઊભા કરાઈ રહ્યા છે.

બુલેટ ટ્રેનના આ પ્રોજેક્ટની અંદાજિત કિંમત 8 હજાર કરોડ છે. અહીં બની રહેલા પિલરની ઊંચાઇ 22 મીટર છે. છાણીથી અમદાવાદના આખો રૂટ 87 કિમીનો છે, જેમાં 2200 જેટલા પિલરો ઊભા કરાશે. એક પિલરનો મિનિમમ ડાયામીટર 2.2 મીટરનો છે. આ કામગીરી 2025 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

અન્ય સમાચારો પણ છે...