તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બાળ ગોકુલમમાંથી 14 વર્ષે ભાગેલો કિશોર 24 વર્ષનો થયો ત્યારે પકડાયો

વડોદરા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • વર્ષ 2010માં કિશોરને ચાની કિટલી પરથી મુક્ત કરાવ્યો હતો

10 વર્ષ પહેલાં કારેલીબાગ સ્થિત બાળ ગોકુલમમાં રખાયેલો કિશોર ભાગી છૂટ્યો હતો. 10 વર્ષ બાદ પ્રતાપનગરમાં તેના બનેવીના ઘરેથી પોલીસને કિશોર મળ્યો હતો. હાલ તે 24 વર્ષનો થઇ ગયો હતો. ગત 2010ના ડિસેમ્બરમાં અનિલ નામનો 14 વર્ષનો કિશોર બાળ ગોકુલમમાંથી ભાગી ગયો હતો. કિશોર દાહોદ જિલ્લાનો હોવાનું બહાર આવ્યું હતું, પણ તેની કોઇ હકીકત પોલીસને મળી શકી ન હતી. દરમિયાન કારેલીબાગ પોલીસના મિસિંગ સેલને આ કિશોરનો બનેવી પ્રતાપનગરમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી બનેવીને ફોન કરી માહિતી લેવાતાં કિશોર 10 વર્ષથી તેમની સાથે રહેતો હોવાનું જણાવ્યું હતું. અનિલ હાલ 24 વર્ષનો થઇ ગયો હતો. પૂછપરછમાં તેણે પોલીસને જણાવ્યું કે, તેનાં માતા-પિતાનું અવસાન થયું છે અને 2010માં તે ઓપી રોડ પર ચાની કિટલી પર કામ કરતો હતો ત્યારે સંસ્થાએ તેને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવી બાળ ગોકુલમમાં રહેવા મોકલ્યો હતો. ત્યાં ફાવતું ન હોવાથી ગાર્ડની નજર ચૂકવી તે ભાગી જઈ પ્રતાપનગરમાં રહેતી બહેનના ઘેર જતો રહ્યો હતો, પણ બહેન-બનેવીને તે ભાગીને આવ્યો હોવાનું જણાવ્યું નહતું. પોલીસે યુવકને ફરીથી તેના બનેવીને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો