અકસ્માત:વડોદરામાં સ્કૂટી લઇને ડિવાઇડર સાથે અથડાયેલા 13 વર્ષના કિશોરનું મોત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સમા વિસ્તારમાં રોડના ડિવાઇડર સાથે કિશોર અથડાયો હતો

વડોદરા શહેરના સમા વિસ્તારમાં સ્કૂટી લઇ નિકળેલો 13 વર્ષનો કિશોર ડિવાઇડર સાથે અથડાતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.

સારવાર દરમિયાન કિશોરનું મોત
ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા ગાયત્રી ફ્લેટમાં રહેતો 13 વર્ષિય ધ્રુપ હરકેશસિંહ ચૌહાણ ગઇકાલે રવિવારે બપોરે ઘરેથી સ્કૂટી લઇને નિકળ્યો હતો. જે સમા વિસ્તારમાં બાપા સીતારામ મંદિર પાસે રોડના ડિવાઇડર સાથે અથડાયો હતો. જેથી ઘાયલ કિશોરને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન સાંજે તેનું મોત નિપજ્યું હતું. જેથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...