તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • A 12 foot Crocodile Fell Into An 8 foot deep Pit Of A Bridge Being Built Over The Jambuwa River In Vadodara, Rescue Team Pulled Out After A 4 hour Struggle

મહાકાય મગરનું રેસ્ક્યૂ:વડોદરાની જાંબુવા નદી પર બની રહેલા બ્રિજના 8 ફૂટ ઊંડા ખાડામાં 12 ફૂટનો મગર પડી ગયો, જેસીબીની મદદથી 4 કલાકની જહેમત બાદ બહાર કઢાયો

વડોદરા16 દિવસ પહેલા
પુલના ખોદવામાં આવેલા ખાડામાં 12 ફૂટનો મગર પડી જતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ દ્વારા જેસીબીની મદદથી બહાર કાઢી વન વિભાગને સોંપ્યો
  • રેસ્ક્યૂ કરાયેલા મગરને સહી સલામત રીતે જાંબુવા નદીમાં છોડવામાં આવ્યો

વડોદરા શહેર નજીક જાંબુવા ગામ પાસે બની રહેલા પુલના ખોદવામાં આવેલા ખાડામાં 12 ફૂટનો મગર પડી જતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ દ્વારા જેસીબીની મદદથી બહાર કાઢી વન વિભાગને સોંપ્યો હતો.

કન્સ્ટ્રકશન સાઇટ બ્રિજના પાયાના ઊંડા ખાડામાં મગર પડી ગયો
વડોદરા શહેરના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારને વડોદરા પાસે આવેલા જાંબુવા ગામ પાસે બની રહેલા બ્રિજની કન્સ્ટ્રકશન સાઈડ પરથી કોન્ટ્રાક્ટરનો ફોન આવ્યો હતો. તેઓએ જણાવ્યું કે એક મોટો મગર અમારા કન્સ્ટ્રકશન સાઇટ બ્રિજના પાયાના ઊંડા ખાડામાં પડી ગયો છે. આ કોલ મળતાની સાથે જ સંસ્થાના કાર્યકર યુવરાજસિંહ રાજપૂત, અરુણ સૂર્યવંશી, સુવાસ પટેલ, વિશાલ રાઠોડ અને વડોદરા વન વિભાગના શૈલેષ રાવલ અને જીગ્નેશ પરમાર સ્થળ ઉપર પહોંચ્યા હતા.

રેસ્ક્યૂ કરાયેલા મગરને સહી સલામત રીતે જાંબુવા નદીમાં છોડવામાં આવ્યો
રેસ્ક્યૂ કરાયેલા મગરને સહી સલામત રીતે જાંબુવા નદીમાં છોડવામાં આવ્યો

મગરને રેસ્ક્યૂ કરવાની કામગીરી જોવા ભીડ જામી
આશરે 12 ફૂટનો મગર બચાવ ટીમ માટે કાઢવો મુશ્કેલ જણાતા તેઓએ જેસીબીની મદદ લઈને 8 ફૂટ ઉડા પાયા માટે ખોદાયેલા ખાડામાંથી બહાર કાઢવાની શરૂઆત કરી હતી. કાર્યકર યુવરાજસિંહે જણાવ્યું હતું કે, આઠ ફૂટ ઉડા ખાડામાં અકસ્માતે પડી ગયેલા 12 ફૂટ લાબા મગરને બહાર કાઢવા માટે ચાર કલાક જેટલો સમય લાગ્યો હતો. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટીમ અને વન વિભાગની મગરને સહીસલામત ખાડામાંથી બહાર કાઢવાની કામગીરી જોવા માટે લોકોએ ભીડ કરી હતી.

રેસ્ક્યૂ ટીમે જેસીબીની મદદથી 4 કલાકની જહેમત બાદ બહાર કાઢ્યો હતો
રેસ્ક્યૂ ટીમે જેસીબીની મદદથી 4 કલાકની જહેમત બાદ બહાર કાઢ્યો હતો

મગરને ઊંડા ખાડામાથી બહાર કાઢીને વન વિભાગને સોપવામાં આવ્યો
12 ફૂટ લાબા મગરને આઠ ફૂટ ઊંડા ખાડામાથી બહાર કાઢી વન વિભાગને સોપવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા આ મગરને સહી સલામત રીતે વનવિભાગના અધિકારીઓની સાથે રહીને જાંબુવા નદીમાં છોડવામાં આવ્યો હતો.

મગર સહીસલામત ખાડામાંથી બહાર કાઢવાની કામગીરી જોવા માટે લોકોની ભીડ જામી નથી
મગર સહીસલામત ખાડામાંથી બહાર કાઢવાની કામગીરી જોવા માટે લોકોની ભીડ જામી નથી
અન્ય સમાચારો પણ છે...