તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:આજે વધુ 3 પોઝિટિવ અને 3 દર્દીએ કોરોનાને માત આપી, 71,260 દર્દી રિકવર થયા, કુલ કેસઃ71,910 થયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં આજે વધુ 3 કેસ નોંધાયા છે. કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 71,910 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,260 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. હાલ એક્ટિવ કેસ 27 થયા છે.

ગોત્રીમાં 3, સયાજીમાં 2 અને ખાનગી હોસ્પિટલમાં 6 દર્દી સારવાર હેઠળ
વડોદરા શહેર-જિલ્લામાં રવિવારે કોરોનાના 4 નવા કેસ આવ્યા હતા. વડોદરાના છાણી, અટલાદરા અને વાઘોડિયા રોડ વિસ્તારમાં એક-એક કેસ આવ્યો હતો. જ્યારે એક કેસ ઉંડેરા ખાતે નોંધાયો હતો. હાલમાં એક્ટિવ કેસ 27 છે, જે પૈકી 1ને વેન્ટિલેટર પર અને 2 દર્દીને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે. બીજી તરફ 3 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેમાંથી 3ને હોમ આઇસોલેશનમાંથી અને એકને ખાનગી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલમાં શહેર-જિલ્લામાં 33 ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે. હાલમાં ગોત્રીમાં 3, સયાજીમાં 2 અને ખાનગી હોસ્પિટલમાં 6 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે.

રસીકરણ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા આદેશ કરાયો
વડોદરા શહેરમાં રસીકરણ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા આદેશ કરાયો છે. વડોદરા શહેરમાં અંદાજે રોજ 12થી ૧૪ હજાર જેટલું રસીકરણ થાય છે, ત્યારે આ આંકડો વધારીને 15 હજાર ઉપરાંત લઈ જવા માટે જણાવાયુ છે.

વડોદરા શહેરમાં રસીનો પ્રથમ ડોઝ 95% જેટલા લોકોએ મૂકાવ્યો
વડોદરા શહેરમાં રવિવારે બીજો ડોઝ લેનારાઓ માટે યોજાયેલા ખાસ વેક્સિનેશનમાં 8876 લોકોએ રસી મૂકાવી હતી. જે પૈકી 18 વર્ષથી ઉપરના 2551, 45 વર્ષથી ઉપરના 1537, 60 વર્ષથી ઉપરના 1315 ફ્રન્ટલાઇન વર્કર 3015 એ રસી મૂકાવી હતી. રાજ્ય સરકાર દ્વારા કોરોનાની રસીના બીજા ડોઝ ઉપર ખૂબ ભાર મૂકવામાં આવી રહ્યો છે. 84 દિવસની ગાઈડલાઈન અને નાગરિકોની આળસ ને પગલે બેકલોગ વધતો જઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા રસીકરણ માટે રવિવારે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં રસીનો પ્રથમ ડોઝ 95% જેટલા લોકોએ મૂકાવ્યો છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,754 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,907 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9662 પશ્ચિમ ઝોનમાં 11,921, ઉત્તર ઝોનમાં 11,769, દક્ષિણ ઝોનમાં 11,768, વડોદરા ગ્રામ્યમાં 26,751 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

રવિવારે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરી વિસ્તારઃ
દિવાળીપુરા, વાઘોડિયા રોડ

ગ્રામ્યઃ ઊંડેરા.

અન્ય સમાચારો પણ છે...