કોરોના ઇફેક્ટ:છોટાઉદેપુર જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની 98% કામગીરી પૂર્ણ

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લામાં કોરોનાના ત્રણ શંકાસ્પદના રિપોર્ટ નેગેટિવ આવ્યા

વડોદરા: છોટાઉદેપુર જિલ્લામાં નોવેલ કોરોના વાઇરસ COVID-19ને અનુલક્ષીને આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આવેલી હાઉસ ટુ હાઉસ સર્વેની 98 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા પ્રશાસનની સતર્કતાને કારણે છોટાઉદેપુર જિલ્લામાં એક પણ કોરોના વાઇરસનો પોઝિટીવ કેસ નોંધાયો નથી. આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર.ચૌધરી સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય વિભાગની 690 ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની 98 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લામાં આજ દિન સુધી એક પણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી. જિલ્લામાં 13 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે જયારે બે વ્યક્તિઓને ફેસીલિટી કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. 3 વ્યક્તિઓના સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જે નેગેટીવ આવ્યા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...