તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:કોવિશિલ્ડની અછત વચ્ચે 9598 લોકોને રસી મૂકાઈ

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રવિવારે બંને ડોઝ માટેનું વેક્સિનેશન ચાલુ રખાયું
  • 18 પ્લસ વય જૂથમાં 6342 લોકોને બીજો ડોઝ

શહેરમાં ચાલી રહેલા કોરોના અંગેના વેક્સિનેશન અંતર્ગત રવિવારના રોજ પ્રથમ અને સેકન્ડ એમ બંને ડોઝ માટેનું રસીકરણ ચાલુ રાખવામાં આવ્યું હતું. શહેરના 9598 લોકોએ રસી મુકાવી હતી. કોરોના પ્રતિરોધક બે પ્રકારની રસી આવતી હોવાને પગલે કોવિશીલ્ડ રસી લેનાર 84 દિવસ બાદ બીજો ડોઝ લઈ ફુલ્લી વેક્સિનેટેડ થાય છે. જ્યારે કોવેક્સિન લેનાર માત્ર 28 દિવસ બાદ બીજો ડોઝ લઈ ફુલ્લી વેક્સિનેટેડ થઈ શકે છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા મુજબ નાગરિકોએ જે રસી હોય તે રસી મુકાવવી જોઇએ, કોઇ પણ પ્રકારની રસી માટે મોહ રાખી પરત જવું જોઈએ નહીં.

રવિવારે થયેલા વેક્સિનેશનમાં 18 વર્ષથી ઉપરના 914 લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો, જ્યારે 6342 લોકો એ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. આ ઉપરાંત 45 વર્ષથી ઉપરના 151 લોકોએ પ્રથમ અને 1826 લોક બીજો ડોઝ લીધો હતો. 60 વર્ષથી ઉપરના વયજૂથમાં 55 લોકોએ પ્રથમ અને 523 લોકોએ બીજો ડોઝ લીધો હતો. આરોગ્ય વિભાગ મુજબ રવિવારે 12 હજાર જેટલા ડોઝ હતા.

અન્ય સમાચારો પણ છે...