તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડરો નહીં દાદીમાંથી પ્રેરણા લો:વડોદરાના 95 વર્ષના દાદીએ માત્ર 6 દિવસમાં જ કોરોનાને માત આપી, મક્કમ મનોબળ સામે હઠીલા કોરોનાએ કરી પીછેહઠ

વડોદરા5 મહિનો પહેલા
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં 95 વર્ષીય સવિતાબેન વ્યાસ
  • 95 વર્ષની ઉંમરે કોરોનાને માત આપીને લાખો લોકો માટે કોરોનાને હરવવા માટેની પ્રેરણા પુરી પાડી છે
  • પૂત્રવધૂ કહે છે કે, ખરેખર અમારી પ્રાર્થના ભગવાને સાંભળી લીધી અને સાસુ સાજા થઇને ઘરે આવ્યા

કોરોના વાઈરસ હવે વૃદ્ધો જ નહીં યુવાનોને પણ ભરખી રહ્યો છે, ત્યારે વડોદરાના શહેરના અકોટા વિસ્તારમાં રહેતા 95 વર્ષના દાદીએ માત્ર 6 દિવસમાં કોરોનાને માત આપી દીધી છે અને કોરોના સામે લડતા લાખો લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે.

કોરોના થતાં તેમનામાં ખૂબ જ અશક્તિ આવી ગઇ હતી
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં 95 વર્ષીય સવિતાબેન વ્યાસને કોરોના થયો હતો. તે સમયે તેમના અશક્તિ ખૂબ જ હતી. તેમનું ખાવાનું બંધ થઇ ગયું હતું. જેથી તેઓને ઉચકીને સ્ટ્રેચરમાં મૂકવા પડ્યા હતા. તેઓને ગોરવા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં જઇને તેઓ ઉભા થઇ ગયા હતા અને માત્ર 6 દિવસમાં જ તેઓએ કોરોનાને હરાવી દીધો હતો. તેમના મજબૂત મનોબળ અને આત્મવિશ્વાસને કારણે કોરોનાને માત આપીને ઘરે પહોંચી ગયા છે.

95 વર્ષના દાદીએ માત્ર 6 દિવસમાં જ કોરોનાને માત આપી દીધી છે
95 વર્ષના દાદીએ માત્ર 6 દિવસમાં જ કોરોનાને માત આપી દીધી છે

પુત્રવધૂ કહે છે કે, માત્ર 6 દિવસમાં મારા સાસુ કોરોના મુક્ત થઇ ગયા
સવિતાબેનના પુત્રવધૂ તુલસીબેન વ્યાસે જણાવ્યું હતું કે, હાલ કોરોનાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને જે દર્દી હોસ્પિટલમાં જાય તે ઘરે પાછા આવતા જ નથી. મારા સાસુને કોરોના થયો હતો. તેઓને હોસ્પિટલ લઇ ગયા, ત્યારે અમને એમ જ હતું કે, તેઓ કદાચ પાછા નહીં આવે, જોકે, મે અને અમારા પરિવારે તેમના માટે ખૂબ પ્રાર્થના કરી હતી અને અમારો આખો પરિવાર ઇચ્છતો હતો કે, તેઓ સાજા થઇને ઘરે પાછા આવે અને ખરેખર અમારી પ્રાર્થના ભગવાને સાંભળી લીધી અને ગોરવાની ખાનગી હોસ્પિટલમાંથી કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. તેઓએ માત્ર 6 દિવસમાં જ કોરોના મુક્ત થઇ ગયા છે. અમને ખૂબ જ ખુશી થઇ રહી છે.

95 વર્ષની ઉંમરે કોરોનાને માત આપીને લાખો લોકો માટે કોરોનાને હરવવા માટેની પ્રેરણા પુરી પાડી છે
95 વર્ષની ઉંમરે કોરોનાને માત આપીને લાખો લોકો માટે કોરોનાને હરવવા માટેની પ્રેરણા પુરી પાડી છે

બા કોરોનામાં સપડાતા ઘરના સૌ સભ્યો ચિંતાતુર બની ગયા હતા
સવિતાબેન પુત્ર વિરેન્દ્ર વ્યાસે જણાવ્યું હતું કે, બા આટલી ઉંમરે કોરોનામાં સપડાતા ઘરના સૌ સભ્યો ચિંતાતુર બની ગયા હતા. સરકારી હોસ્પિટલમાં વધુ દર્દીઓના ભારણને કારણે અમે અમારા માતાને શહેરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યાં હતા. જ્યાં તેમને જરૂરી સારવાર મળતાં તેઓ ઝડપભેર સાજા થઈ ગયા હતા. 6 દિવસની સારવાર બાદ તેઓ આજે સંપૂર્ણ સ્વસ્થ છે.

કોરોના થતાં તેમનામાં ખૂબ જ અશક્તિ આવી ગઇ હતી
કોરોના થતાં તેમનામાં ખૂબ જ અશક્તિ આવી ગઇ હતી

કોરોનાથી ડરવાની કે, નાસીપાસ થવાની બિલકુલ જરૂર નથી
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતા દર્દીઓને પણ તબીબો દ્વારા સઘન આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે, જેને પરિણામે હજારો દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફરી રહ્યા છે. હાલમાં બાને થોડી નબળાઈ છે, પરંતુ, તબીબની સલાહ મુજબ દવા અને લિક્વીડ આપવામાં આવે છે, જેથી તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે. કોરોનાથી ડરવાની, ગભરાવાની કે, નાસીપાસ થવાની બિલકુલ જરૂર નથી. જરૂર છે માત્ર મક્કમ મનોબળ અને આત્મવિશ્વાસની. એનું ઉત્તમ ઉદાહરણ અમારા સવિતા બાએ 95 વર્ષની ઉંમરે કોરોનાને માત આપી પુરૂ પાડ્યું છે.

પૂત્રવધૂ કહે છે કે, ખરેખર અમારી પ્રાર્થના ભગવાને સાંભળી લીધી અને સાસુ સાજા થઇને ઘરે આવ્યા
પૂત્રવધૂ કહે છે કે, ખરેખર અમારી પ્રાર્થના ભગવાને સાંભળી લીધી અને સાસુ સાજા થઇને ઘરે આવ્યા

95 વર્ષના દાદી તમામ લોકો માટે દાખલારૂપ છે
દર્દીના સગા શૈલેષભાઇ શુક્લાએ જણાવ્યું હતું કે, 95 વર્ષના દાદી કોરોનાની સામે લડીને તેઓ જીત્યા છે. 95 વર્ષના માજી જો કોરોનાને હરાવીને બહાર નીકળી શકે, તો તેઓ તમામ લોકો માટે દાખલારૂપ છે અને સમયસર સારવાર લઇ લેવામાં આવે તો કોરોના મટી શકે છે. એટલે ગભરાયા વિના કોરોનાને હરાવવો જોઇએ.

કોરોના તેના સૌથી ઘાતક રૂપમાં હુમલો કરી રહ્યો છે જેમાં હવે વૃદ્ધો સાથે યુવાન અને બાળકોને પણ સંક્રમણ લાગી રહ્યું છે અને તેઓ મોતને ભેટી રહ્યા છે. ત્યારે અકોટાનાં 95 વર્ષના વૃદ્ધાએ મક્કમ મનોબળથી જીવલેણ કરોનાને હંફાવ્યો છે. જે કિસ્સો હાલના હતાશાના માહોલમાં પ્રેરણારૂપ બન્યો છે.કોરોનાની બીજી લહેર અત્યંત ઘાતક છે. જેણે અનેક નિર્દોષ લોકોનો જીવ લીધો છે. કોરોનાએ મચાવેલા તાંડવથી સમગ્ર હતાશા ફેલાઈ છે ત્યારે શહેરના અકોટા વિસ્તારમાં રહેતાં 95 વર્ષનાં સવિતાબેન વ્યાસને ગત 20મી તારીખે કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું.

તે પહેલાં તેઓએ ખાવા-પીવાનું બંધ કર્યું હતું. જેમાં તેઓની તબિયત ખરાબ થતાં તેઓને ઘરેથી ઊંચકીને એમ્બ્યુલન્સમાં બેસાડ્યા બાદ ગોરવાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં તેઓની 6 દિવસ સુધી સારવાર ચાલી હતી. અને 26મી તારીખે તેઓએ કોરોનાને મ્હાત આપી હતી. ખાનગી હોસ્પિટલમાં સ્ટ્રેચર પર ગયેલા સવિતાબેન વ્યાસ ચાલીને હોસ્પિટલની બહાર આવ્યા હતા. જે જોઈને ત્યાં હાજર અન્ય દર્દીઓના પરિવારજનોમાં પણ નવી ઊર્જાનો સંચાર થયો હતો અને તેમના સ્વજન પણ આજ રીતે હોસ્પિટલમાંથી હસતાં-હસતાં બહાર આવશે તેવી આશા જાગી હતી.

સવિતાબેનનાં પુત્રવધૂ તુલસીબેન વ્યાસે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યારબાદ ત્યાંનો માહોલ જોઈ એક તબક્કે તેઓએ પોતાના હાથ પર લગાવેલી બોટલની સિરિન્જ પણ કાઢી નાખી હતી. પરંતુ તેઓને હાલ સુધી કોઈ રોગ નથી, તેમની કોઈ દવા ચાલતી નથી અને ભૂતકાળમાં ખેતરમાં કામ કર્યું હોવાથી તેઓ બધી રીતે મજબૂત છે. માત્ર 6 દિવસમાં જ કોરોના સામે જીત મેળવી તેઓ પરત ઘરે આવ્યા હતા. જોકે હાલમાં શરીરમાં થોડી અશક્તિ હોવાથી તે સતત આરામ કરી રહ્યા છે. પરંતુ આજે પણ તેઓ ઘરમાં ઘોડીની મદદથી ચાલે છે.