કોરોના વડોદરા LIVE:આજે નવા 74 કેસ, પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 31 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક ઘટીને 575 થયો

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મત તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મત તસવીર
  • હાલમાં વડોદરા શહેરમાં 296 લોકો ક્વોરન્ટીન છે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 74 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,36,677 પર પહોંચી ગઇ છે. વધુ 81 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,35,345 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

હોસ્પિટલોમાં 28 દર્દી દાખલ
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 575 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં 28 દર્દી દાખલ છે. જે પૈકી 3 દર્દી હાલ ઓક્સિજન પર છે. હાલમાં શહેરમાં 296 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં એકતાનગર, આદર્શનગર, અકોટા, અટલાદરા, બાપોદ, ભાયલી, છાણી, દિવાળીપુરા, ફતેપુરા, ગોરવા, ગોત્રી, હરણી, કપુરાઈ, માંજલપુર, નવાપુરા, નવાયાર્ડ, નવીધરતી, રામદેવનગર, સવાદ, શીયાબાગ, સુભાનપુરા, સુદામાપુરી, તાંદલજા, ઉંડેરા, યમુનામીલ, હનુમાનપુરા, લિમડી, દુમાડ, પાદરા, કરજણ, ડભોઇમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં ઝોન પ્રમાણે નવા નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 9, પશ્ચિમ ઝોનમાં 31, ઉત્તર ઝોનમાં 16 અને દક્ષિણ ઝોનમાં 10 કેસ નોંધાયા છે અને ગ્રામ્યમાં 8 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...