તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિન વડોદરા પહોંચી:વેક્સિન ઇન્સ્ટીટ્યુટ ખાતે 94,500 ડોઝ વેક્સિનનું ગુજરાત વિધાનસભા અધ્યક્ષે સ્વાગત કર્યુ, સૌથી પહેલા 16,400 હેલ્થ વર્કરને રસી અપાશે

વડોદરા7 દિવસ પહેલા
કોરોના વેક્સિન વડોદરા ખાતે પહોંચી - Divya Bhaskar
કોરોના વેક્સિન વડોદરા ખાતે પહોંચી
  • પૂણેથી દમણ-સુરતના માર્ગેથી વેક્સિનનો જથ્થો વડોદરા પહોંચ્યો
  • વેક્સિન ઇન્સ્ટીટ્યુટ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

દેશભરમાં 16 જાન્યુઆરીથી રસીકરણ શરૂ કરવામાં આવનાર છે, ત્યારે પૂણેથી આજે 94,500 ડોઝ વેક્સિનનો જથ્થો વડોદરા પહોંચ્યો છે. જ્યાં ઓ.પી. રોડ પર આવેલા વેક્સિન ઇન્સ્ટીટ્યુટ ખાતે ગુજરાત વિઘાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી વેક્સિનનું સહિત ધારાસભ્યોએ સ્વાગત કર્યું હતું.

અહીંથી વડોદરા શહેર સહિત મધ્ય ગુજરાતના 7 જિલ્લાના સેન્ટરોમાં રસી પહોંચાડવામાં આવશે. વડોદરામાં કોરોના રસી લેવા માટે 16400 હેલ્થ વર્કરને મંજૂરી અપાઇ છે.

ઘારાસભ્ય જીતુ સુખડિયાએ વેક્સિનનું સ્વાગત કર્યું હતું
ઘારાસભ્ય જીતુ સુખડિયાએ વેક્સિનનું સ્વાગત કર્યું હતું
વેક્સિન ઇન્સ્ટીટ્યુટમાં વેક્સિન રાખવામાં આવી છે
વેક્સિન ઇન્સ્ટીટ્યુટમાં વેક્સિન રાખવામાં આવી છે

અર્બન હેલ્થ સેન્ટર અને હોસ્પિટલોમાં રસી અપાશે
વડોદરા શહેરની જમનાબાઇ હોસ્પિટલ, કિશનવાડી અબર્ન હેલ્થ સેન્ટર, સત્યમ હોસ્પિટલ છાણી, સુકુન હોસ્પિટલ, એસએસજી, યમુના મિલ અર્બન હેલ્થ સેન્ટર, માણેજા અર્બન હેલ્થ સેન્ટર સેન્ટર, સ્ટર્લિંગ હોસ્પિટલ ઇલોરાપાર્ક, વડસરની બીએપીએસ હોસ્પિટલ ખાતે રસી અપાશે. વડોદરા શહેરના ઇસ્ટ ઝોનના 2 બાકીના ઉત્તર દક્ષિણ અને પશ્ચિમ ઝોનમાં ૩-3 હોસ્પિટલ- અર્બન હેલ્થ સેન્ટરને નક્કી કરવામાં આવ્યા છે. વડોદરામાં 320 વેકિસનેટરોની પસંદગી કરાઇ છે. વડોદરા જિલ્લામાં 495 વેકિસનેટરો કાર્યરત રહેશે. આ સેન્ટરો પૈકી એસ.એસ.જી, સ્ટર્લિંગ, બાપ્સ હોસ્પિટલ અને ટ્રાયકલર હોસ્પિટલમાં જ વીડિયો કોન્ફરન્સ સુવિધા છે.

ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષ હાજર રહ્યા હતા
ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષ હાજર રહ્યા હતા
વડોદરા શહેર સહિત મધ્ય ગુજરાતના 7 જિલ્લાના સેન્ટરોમાં રસી પહોંચાડવામાં આવશે
વડોદરા શહેર સહિત મધ્ય ગુજરાતના 7 જિલ્લાના સેન્ટરોમાં રસી પહોંચાડવામાં આવશે

દરેક સેન્ટર દીઠ 5 કર્મચારી ફાળવાશે
કોરોના રસી માટે દરેક સેન્ટર પાંચ કર્મચારીઓ ફાળવવામાં આવશે. એક વ્યક્તિને જે સંભવતઃ નર્સિંગ સ્ટાફ હશે. આ ઉપરાંત આ ઉપરાંત ચાર વ્યક્તિને વેક્સિનેશન ઓફિસર અને પોલીસ હોમગાર્ડ એન.એસ.એસ, એનસીસીના કેડેટ્સને પણ કામગીરી સોંપવામાં આવશે.

પૂણેથી દમણ-સુરતના માર્ગેથી વેક્સિનનો જથ્થો વડોદરામાં પહોંચયો
પૂણેથી દમણ-સુરતના માર્ગેથી વેક્સિનનો જથ્થો વડોદરામાં પહોંચયો

10 ટકા જથ્થો વધારાનો મોકલાશે
વડોદરા શહેર-જિલ્લામાં 26,838 કોરોના વોરિયર્સ હેલ્થ વર્કરને રસી મુકાશે, પણ આ ઉપરાંત પણ 48,011 રસી જિલ્લાઓમાં જશે. રિજનલ ડાયરેક્ટર ડો. આર બી પાઠકે જણાવ્યું કે આ રસીઓમાં 1.1 ટકા વેસ્ટેજ તરીકેની ગણતરી કરાઇ છે. આ ઉપરાંત 10 ટકા રસીઓ વધારાની મોકલાશે. જે લોકો રસી ન લઈ શકે તેમને બીજી તક આપવામાં આવશે.

વડોદરામાં કોરોના રસી લેવા માટે 16400 હેલ્થ વર્કરને મંજૂરી અપાઇ છે
વડોદરામાં કોરોના રસી લેવા માટે 16400 હેલ્થ વર્કરને મંજૂરી અપાઇ છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser