વસૂલ:ગેસ બિલના બાકીદારો પાસેથી 9.40 લાખ વસૂલ

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજા દિવસે પણ વાડી-ગાજરાવાડીમાં સપાટો
  • બિલ બાકી હોય તેવાં 7 જોડાણો પણ બંધ કરાયાં

પાઇપલાઇન ગેસના બાકી બીલની વસુલાતની બીજા દિવસે પણ ચાલુ રખાઈ હતી. ગાજરાવાડી પાણી ની ટાંકી થી વાડી ટાવર સુધીના વિસ્તારમાં સપાટો બોલાવી 9.40 લાખની રિકવરી કરવાની સાથે 7 જોડાણ બંધ કરાયા હતા. કોરોનાનો કહેર ઓછો થતા વડોદરા ગેસ લિમિટેડ દ્વારા 10 વર્ષથી બાકી ગેસ બીલની વસુલાત કરવા માટેની ઝુંબેશ પ્રથમ વખત પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરાઈ છે અને પહેલા દિવસે 24 લાખ રૂપિયાની વસૂલાત કરવાની સાથોસાથ 26 ગેસ જોડાણ બંધ કર્યા હતા તો બે સ્થળે મીટર બદલ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા ગેસ લિમિટેડ કંપનીના પાઇપડ ગેસના બિલ પૈકી રૂ.8 કરોડની વસુલાત 10 વર્ષથી બાકી છે અને તેમાંય વાડી,મોગલવાડા સહિતના વોલ્ડ સિટીમાં જ મોટા ભાગની વસૂલાત બાકી પડી રહી છે પણ કોરોના કાળ ના જોખમના કારણે તેની વસુલાત ઝુંબેશ શરૂ કરી શકાઇ ન હતી.ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વડોદરા ગેસ કંપનીના વાડી ઝોન વિસ્તારના રૂપિયા પાંચ કરોડ જેવી માતબર રકમ ભરપાઈ નહીં થતા આખરે ગેસ કનેક્શન બંધ કરવાની શરૂઆત કરી હતી.

વડોદરા ગેસ કંપની દ્વારા બાકી નાણાંની વસુલાત અને ગેરકાયદે ગેસ કનેકશન અંગે બુધવારે વાડી ઝોન વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં સ્થળ ઉપર ગેસ બીલ ના બાકી ના હોય તેવા ગ્રાહકો પાસેથી 24 લાખ રૂપિયા ની વસુલાત કરી, 26 જોડાણ બંધ કરી દેવાયા હતા.આ ઝુંબેશ બીજા દિવસે પણ ચાલુ રખાઈ હતી અને ગાજરાવાડી પાણી ની ટાંકી રોડ અને વાડી ટાવરથી ગાજરાવાડી વિસ્તારમાં સપાટો બોલાવીને પાઇપ ગેસના બાકી બીલના 9.40 લાખ રૂપિયા વસૂલ કરાયા હતા અને સાત કનેક્શન તાત્કાલિક ધોરણે બંધ કરી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...