તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્લેસમેન્ટ:MSUના ઓનલાઇન ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ થકી 6 ફેકલ્ટીના 94 વિદ્યાર્થીઓને જોબ માટે શોર્ટલિસ્ટ કરાયા

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિદ્યાર્થીઓને આંત્રપ્રેન્યોર બનવા માટે ઇનોવેશન અને ક્ષમતા વધારતા પ્રોગ્રામનું પણ આયોજન કરાયું

MSU દ્વારા ઓફીસ ઓફ કરીયર એડવાન્સમેન્ટ ફોર સ્ટુડન્ટના સેન્ટર ફોર કરીયર કાઉન્સિલિંગ ટ્રેનિંગના ઓનલાઇન ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સેલ ડ્રાઇવનું ઉદ્ધાટન 7 ડિસેમ્બરે કરવામાં આવ્યું હતું. જેમા વર્ષ દરમિયાન યુનિવર્સિટીની દરેક ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે જોબ પ્લેસમેન્ટ પ્રોગ્રામ અને આંત્રપ્રેન્યોર બનવા માટે ઇનોવેશન, સોશિયલ આંત્રપ્રેન્યોરશીપ અને કેપેસિટી બિલ્ડીંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવશે. જે વિશે માહિતી આપતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. પરિમલ વ્યાસે જણાવ્યું હતું કે,આ વર્ષે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન ટ્રેનિંગ અને ઇન્ટર્નશિપ મળે તે માટેની પણ પહેલ કરવામાં આવી છે. જેનાથી વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી એક્સપોઝર પણ પ્રાપ્ત થશે. કરીયર કાઉન્સિલિંગ, ટ્રેનિંગ અને પ્લેસમેન્ટથી ઇન્ડસ્ટ્રી, આલ્યુમ્નાઇ અસોસિએશન અને સ્ટુડન્ટ અસોસિએશનને પણ ઘણો ફાયદો થશે.

ઇનોવેશન ત્યારે જ થાય છે જ્યારે તેમાં સંસ્કૃતિ, ટેક્નોલોજી અને શિક્ષણનો સમાવેશ થાય છે
વિદ્યાર્થીઓમાં આંત્રપ્રેન્યોર બનવાની અને ઇનોવેશન કરવાની ક્ષમતા વધારવા માટે સોસિયલ આંત્રપ્રેન્યોર તેમજ શૃષ્ટી અને શોધયાત્રા સામાજીક સંસ્થાના નેશનલ કોઓર્ડિનેટર ચેતન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમા 1900 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પીકર ચેતન પટેલે જણાવ્યું હતું કે, ઇનોવેશન જરૂરીયાતને પુરી કરવા માટે સમાજમાં લાવવામાં આવતો બદલાવ છે. આંત્રપ્રેન્યોર બનવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ પહેલા સમાજમાં થતી તકલીફોને ઓળખી તેનું નિરાકરણ લાવવા માટે શું કરવું તે વિચારવું જોઇએ અને આંત્રપ્રેન્યોર સ્કીલનો ઉપયોગ કરીને ઇનોવેશન કરવું જોઇએ. ઇનોવેશન એક કાયમી પ્રક્રિયા છે. ઇનોવેશનમાં સંસ્કૃતિ, ટેક્નોલોજી અને શિક્ષણનો સેમાવેશ જરૂરથી થતો હોવો જોઇએ.

જોબ પ્લેસમેન્ટ પહેલા વિદ્યાર્થીઓને કંપની ઓનલાઇન ટ્રેનિંગ આપે છે
ઓફીસ ઓફ કરીયર એડવાન્સમેન્ટ ફોર સ્ટુડન્ટના ડેપ્યુટી ડાયરેક્ટર શિતલ શિંખેડેએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને જોબ પ્લેસમેન્ટ મળે માટે વિવિધ કંપની માંગ પ્રમાણે ફોર્મ તૈયાર કરે છે, રસ ધરાવતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે અને કંપની દ્વારા ટ્રેનિંગ સેશન રખાય છે. જેમા અર્ધન કાર્ટ અને એપિડેલ ટેક્નોલોજીસ કંપની દ્વારા વિદ્યાર્થીઓનું ટ્રેનિંગ સેશન અને ઓનલાઇન ઇન્ટરવ્યુ લેવાયા હતા. અર્ધન કાર્ટ દ્વારા 25 અને એપિડેલ ટેક્નોલોજીસ દ્વારા 69 વિદ્યાર્થીઓને ઇન્ટર્વ્યુ માટે શોર્ટ લિસ્ટ કરાયા હતા. જેમા કોમર્સ, પોલિટેક્નિક, મેનેજમેન્ટ, સોશિયલ વર્ક, આર્ટ્સ અને સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો