તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્રહ્મજ્ઞાન લાદ્યું:94 કોવિડ યુિનટની ફાયરસેફ્ટીના સરવેનો દેખાડો,પગલાં નહીં લેવાય!, ટીમ બે દિવસમાં રિપોર્ટ આપશે

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદની ઘટના બાદ શહેરની હોસ્પિ.માં ફાયરસેફ્ટીનું ચેકિંગ કરાયું હતું. - Divya Bhaskar
અમદાવાદની ઘટના બાદ શહેરની હોસ્પિ.માં ફાયરસેફ્ટીનું ચેકિંગ કરાયું હતું.
  • અમદાવાદની હોસ્પિટલમાં આગ બાદ તંત્ર જાગ્યું
  • પ્રથમ દિવસે અંદાજે 35 સ્થળ પર તપાસ

સુરતના ટ્યુશન ક્લાસની ઘટના સમયે શહેરના ટ્યુશન ક્લાસ પર તવાઈ લાવનાર વડોદરા ફાયર બ્રિગેડ બુધવારે અમદાવાદમાં કોરોના હોસ્પિટલમાં લાગેલી આગ બાદ ફરી એક વખત રઘવાયું થઈને દોડતું થયું છે. કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર ધવલ પંડ્યાએ શહેરના 94 કોવિડ કેર યુનિટમાં ફાયર સેફટી અંગે સર્વે કરવા 6 ટીમ બનાવી બે દિવસમાં રિપોર્ટ સબમીટ કરવા આદેશ કર્યો છે.

કોરોના સિવાય ઇન્ડોર હોસ્પિટલ કેટલા છે?
શહેરમાં કોરોના અંગે કામગીરી કરી રહેલા ઓએસડી વિનોદ રાવે હોસ્પિટલોની ફાયર સેફટી અંગે રીવ્યુ કરવા ગુરુવારે સવારે આદેશ કરતાં જ ફાયર બ્રિગેડને જાણ થઈ હતી કે ,શહેરમાં કેટલી હોસ્પિટલો છે તે અંગે સત્તાવાર આંકડો નથી. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ પાસે કોરોના દર્દીઓની સારવાર કરતાં 94 દવાખાનાઓની માહિતી મળતા તંત્ર દોડતું થયું હતું જોકે કોરોના સિવાય ઇન્ડોર હોસ્પિટલ કેટલા છે? અને કેટલા એન.ઓ.સી લીધી છે? કેટલાયે રીન્યુ નથી કરાવી? તે અંગે ચોક્કસ આંકડો નથી. ફાયર બ્રિગેડ દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં હોસ્પિટલ સત્તાધીશોએ તેને ગણકારતા નથી.

નોટિસ, સીલ, વીજળી કાપવી વગેરે એક્શન નહીં લેવાય
શહેર અને આસપાસના કોવિડ કેર યુનિટમાં પ્રથમ દિવસે 35 સ્થળ પર તપાસ હાથ ધરાઇ હતી. જોકે ફાયરબ્રિગેડ દ્વારા આ મહામારી દરમિયાન હોસ્પિટલોને નોટિસ નહિ અપાય, સીલ મારવું કે વીજળી કાપવા જેવી કામગીરી પણ નહીં થાય. માત્ર એનઓસી આપવા હોસ્પિટલને ફાયર અંગે કામગીરી કરવા સમજાવી એનોસી અપાશે.

ફાઇનલ એનઓસી આપવાની કામગીરી ઝડપથી કરાવાશે
બે દિવસમાં તમામ કોરોના અંગેની હોસ્પિટલોની વિગતો આવી જશે. ત્યારબાદ ફાઇનલ એનઓસી આપવાની કામગીરી ઝડપી કરીશું. કોઈ પણ બિલ્ડિંગને પ્રોવિઝનલ એન.ઓ.સી વગર ટાઉન પ્લાનિંગનો સર્ટીફીકેટ મળતું નથી. જેથી પ્રાથમિક સુવિધાઓ તો હશે જ. બાકીની કામગીરી માટે અમે પૂર્તતા કરાવીશું. - ધવલ પંડ્યા, ડે.મ્યુ. કમિશનર

ગોત્રી-એસએસજી પાસે જ NOC નથી
ગોત્રી હોસ્પિટલે ત્રણ વર્ષથી એનઓસી રીન્યુ કરાવી નથી. જ્યારે સયાજીમાં નવી બનાવાયેલી તાત્કાલિક સારવાર ઉપરની બિલ્ડિંગમાં એનઅોસી નથી. આ સિવાય અન્ય કેટલાક વિભાગો માટેનું રીન્યુઅલ લીધું નથી. સૂત્રો મુજબ એક વખત ફાયર સેફ્ટી સિસ્ટમ નંખાવ્યા બાદ તેનો એન્યુઅલ મેન્ટેનન્સ માટેનો કોન્ટ્રાક્ટ અપાતો ન હોવાથી જરૂરી સમારકામ અને પૂર્તતા થતી નથી.

અન્ય સમાચારો પણ છે...