અસંતોષ:શિક્ષણ સજ્જતા સર્વેક્ષણમાં શહેરના 900 શિક્ષક ગેરહાજર, જિલ્લાના 2400 હાજર

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરના શિક્ષકોએ વિરોધ કરતાં ખંડ ખાલી રહ્યા હતા. - Divya Bhaskar
શહેરના શિક્ષકોએ વિરોધ કરતાં ખંડ ખાલી રહ્યા હતા.
  • સરકારે પે ગ્રેડનો અમલ ન કરતાં શિક્ષકોએ વિરોધ કરી પરીક્ષા ન આપી
  • જિલ્લાના 8 તાલુકાઓમાંથી 2415 જેટલા શિક્ષકોએ મંગળવારે પરીક્ષામાં ભાગ લીધો હતો

નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષાના વિરોધમાં રાજ્ય સરકાર દ્વારા 24મી તારીખે લેવાયેલી પરીક્ષામાં શહેર નગર પ્રાથમિક શિક્ષક સંઘના 900 શિક્ષકોએ ભાગ લીધો નહતો. જ્યારે તેની સામે જિલ્લામાં 8 તાલુકામાંથી 2415 જેટલા શિક્ષકોએ પરીક્ષા આપી હતી.

રાજ્ય સરકારે હજુ રૂા. 4200ના પે ગ્રેડનો અમલ કર્યો ન હોવાથી શહેર નગર પ્રાથમિક શિક્ષક સંઘે પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો. જિલ્લામાં પ્રથામિક શિક્ષકોએ પરીક્ષા આપી હતી. જિલ્લાના 8 તાલુકામાં 2415 જેટલા શિક્ષકોએ પરીક્ષામાં ભાગ લીધો હતો.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કેટલાય દિવસથી આ પરીક્ષાને લઇને રાજ્ય કક્ષાએ વિરોધ નોંધાવાઈ રહ્યો હતો. શિક્ષકો ખૂબ ઊંચી લાયકાત ધરાવે છે. તેઓ ટેટ, ટાટ અને એચટાટ જેવી પરીક્ષાઓ પાસ કરીને સરકારી પ્રા.શાળામાં શિક્ષક તરીકે જોડાયા હતા. વખતોવખત શિક્ષણ વિભાગ દ્વારા અપાતી વિવિધ તાલીમો પ્રાપ્ત કરી શિક્ષક સુસજ્જ બન્યા છે. તાલીમમાં પણ તેઓએ ટેસ્ટ આપ્યા છે.

શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ પરીક્ષામાં જિલ્લાના શિક્ષકોએ ભાગ લીધો હતો.
શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ પરીક્ષામાં જિલ્લાના શિક્ષકોએ ભાગ લીધો હતો.

જિલ્લા પંચાયતના શિક્ષકોને પે ગ્રેડ અપાયો,પાલિકાના શિક્ષકોને નહીં
જિલ્લા પંચાયતના શિક્ષકોને 4200નો પે ગ્રેડ આપી દેવાયા છે, જ્યારે 19 નગર પાલિકાના શિક્ષકોને પે ગ્રેડ અપાયો નથી. જેથી રાજ્ય નગર પ્રા.શિક્ષક સંઘ દ્વારા સર્વેક્ષણની પરીક્ષાનો બહિષ્કાર કરી વડોદરા નગર પ્રા. શિક્ષણ સમિતિના 900 શિક્ષકોએ પરીક્ષા આપી નથી. > પીનાકીન પટેલ, પ્રમુખ, વડોદરા નગર પ્રાથમિક શિક્ષક સંઘ

જિલ્લાના શિક્ષકોમાં કોઈ પણ વિરોધ નહોતો,પરીક્ષા ઉપયોગી
સરકારે ફરજિયાત નહિ, પરંતુ મરજિયાત પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. અમારા જિલ્લામાં જે શિક્ષકોને પરીક્ષા આપવી હતી તેમણે આપી છે. જિલ્લાના શિક્ષકોને કોઇ પણ વિરોધ નહતો. આ પરીક્ષા શિક્ષકો માટે ભવિષ્યમાં ઉપયોગી સાબિત થશે. > રણજિતસિંહ પરમાર, પ્રમુખ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ

અન્ય સમાચારો પણ છે...