તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કહેર:પાલિકામાં 90 કર્મીઓ કોરોનાગ્રસ્ત, એકનું મોત

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલિકાની કચેરીઓમાં ફરજ બજાવતા 90 જેટલા કર્મચારીઓ ને કોરોના થઈ ગયો છે અને તેમાંથી 1 કર્મચારી નું મૃત્યુ પણ થયું છે. પાલિકાના પાણી પુરવઠા વિભાગના ચાર ,સામાન્ય વહીવટ વિભાગના બે,અધિક આરોગ્ય અમલદાર કચેરીના એક, વોર્ડ નંબર છના 2, આઇટી ડિપાર્ટમેન્ટના એક, ફાયર બ્રિગેડના 9, દબાણ શાખાના 9, સુવેઝ શાખાના એક, પશ્ચિમ ઝોનના બે ,વોડ નંબર પાંચના 11, ડ્રેનેજના એક, જમીન મિલકતના 6 , ટાઉન ડેવલપમેન્ટ ના પાંચ સહિત કુલ 90 કર્મચારીઓને કોરોનાની અસર થઈ હતી અને તેમાં પાછળ ગાર્ડન વિભાગમાં એક કર્મચારીનું મોત પણ નીપજ્યું હતું. જોકે 50 કર્મચારીઓ કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે. હજુ 39 સારવાર લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...